Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફાસ્ટ બોલર નુવાન તુષારા IPLમાં રમવા શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કોર્ટમાં ઢસડી ગયો

ફાસ્ટ બોલર નુવાન તુષારા IPLમાં રમવા શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કોર્ટમાં ઢસડી ગયો

Published : 03 April, 2026 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિટાયરમેન્ટ લેવાના નિર્ણયની ચર્ચા થઈ હતી એ વાતનો પણ કર્યો ખુલાસો...

નુવાન તુષારા

નુવાન તુષારા


શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાએ IPLમાં રમવાનો પોતાનો અધિકાર સુરક્ષિત કરવા માટે કોર્ટના આદેશની માગણી કરી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ફિટનેસ-ટેસ્ટમાં નિષ્ફળ હોવાના આધારે તેને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાનો ઇનકાર કર્યા બાદ તેણે આ પગલું ભર્યું છે.

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સાથે કરાર ધરાવતા ૩૧ વર્ષના નુવાન તુષારાએ કોલંબો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેની અરજીમાં તેણે શ્રીલંકા ક્રિકેટ (SLC)ને NOC જારી કરવા માટે કોર્ટના આદેશની માગણી કરી છે. આ કેસની સુનાવણી ૯ એપ્રિલે નક્કી કરવામાં આવી છે.

સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ખેલાડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે શ્રીલંકા ક્રિકેટ સાથેનો મારો કરાર ૩૧ માર્ચે પૂરો થઈ ગયો છે અને કરાર લંબાવવાની મારી કોઈ ઇચ્છા નથી, ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના મારા ઇરાદા વિશે શ્રીલંકા બોર્ડને મેં અગાઉથી જ જાણ કરી દીધી હતી. તેણે દલીલ કરી હતી કે મારું ફિટનેસ-લેવલ ક્યારેય ઓછા પ્રમાણનું હોવાનું જાણવા નથી મળ્યું અને બોર્ડે અગાઉની બન્ને IPL સીઝનમાં મને સમાન ફિટનેસ-લેવલ પર રમવાની મંજૂરી આપી હતી.

નુવાન તુષારાનો ક્રિકેટ-રેકૉર્ડ
શ્રીલંકા માટે ૨૦૨૨થી નુવાન તુષારા ૩૦ મૅચ રમ્યો છે. ૮.૧૬ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને તેણે ૩૬ વિકેટ લીધી છે. IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સ માટે તેણે ૭ મૅચમાં ૮ વિકેટ લીધી હતી. ૨૦૨૫માં તે બૅન્ગલોર માટે એક મૅચ રમ્યો હતો અને એક વિકેટ લીધી હતી. બૅન્ગલોરે તેને વર્તમાન સીઝનમાં ૧.૬ કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. ૧૩૭ T20 મૅચોમાં આ બોલર ૧૭૪ વિકેટ લઈ ચૂક્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK