આવતા મહિને મુંબઈમાં યોજાવાનો છે અર્થશૉટ પ્રાઇઝ અવૉર્ડ સમારોહ
લંડનમાં બકિંગહૅમ પૅલેસની બહાર પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા અજિંક્ય રહાણે અને સૌરવ ગાંગુલી
પ્રિન્સ વિલિયમના આમંત્રણ પર બ્રાયન લારા, હૅરી બ્રૂક અને જો રૂટ સહિતના ક્રિકેટર્સે આ ટેનિસ-બૉલ મૅચમાં ભાગ લીધો હતો. પ્રિન્સ વિલિયમની બૅટિંગ સમયે અજિંક્ય રહાણેએ સ્લિપમાં ફીલ્ડિંગ કરી હતી અને સૌરવ ગાંગુલીએ બોલિંગ પણ કરી હતી.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય દળને દિલ્હીમાં મળશે
આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં સંપન્ન થયેલી એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય દળ સાથે સંવાદ કરશે. આ મીટિંગ સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે મેજર ધ્યાનચંદ નૅશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં ભારતીય દળના ખેલાડીઓ, તેમના કોચ અને સહાયક સ્ટાફ, ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશનના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત સંઘોના પ્રતિનિધિઓ તેમ જ યુવા બાબતો અને સ્પોર્ટ્સ મિનિસ્ટરીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
T20 સિરીઝ વચ્ચે અલગ-અલગ શહેરમાં રહેલી ભારતની મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમના કેટલા સભ્યો અહીં આવશે. ભારતે એશિયન ગેમ્સમાં કુલ ૮૫ મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારત સતત બીજી વખત ટૉચના પાંચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું. ભારતે આ રમતોત્સવ માટે ૫૦૧ ખેલાડીઓને મોકલ્યા હતા જેમાંથી ૩૧૦ ખેલાડીઓ પ્રથમ વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હતા.
