Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અજેય પંજાબ કિંગ્સ સામે મુલ્લાંપુરમાં રાજસ્થાન મારી શકે છે જીતની હૅટ-ટ્રિક

અજેય પંજાબ કિંગ્સ સામે મુલ્લાંપુરમાં રાજસ્થાન મારી શકે છે જીતની હૅટ-ટ્રિક

Published : 28 April, 2026 01:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલ્લાંપુરમાં બન્ને મૅચમાં હોમ-ટીમને રાજસ્થાન સામે મળી છે હાર, પંજાબ અહીં જીતની હૅટ-ટ્રિક માર્યા બાદ આજે અંતિમ મૅચ રમશે...

પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રૉયલ્સ

પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રૉયલ્સ


IPL 2026ની ૪૦મી મૅચ આજે ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરના સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કૅપિટલ્સ સામે ૨૬૫ રનનો સૌથી મોટો T20 ક્રિકેટ ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરનાર પંજાબ કિંગ્સની ટીમ ૭ મૅચમાં અજેય રહીને ૧૩ પૉઇન્ટ સાથે હાલમાં પૉઇન્ટ-ટેબલની નંબર વન ટીમ છે. રાજસ્થાનની ટીમ ૮ મૅચમાંથી પાંચ જીત અને ત્રણ હાર સાથે ટૉપ-ફોરમાં સામેલ છે. આ ટીમ અંતિમ મૅચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૨૨૯ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરી શકી નહોતી.

રાજસ્થાનની ટીમ મુલ્લાંપુરમાં બે મૅચ પંજાબ કિંગ્સ સામે રમી છે અને બન્નેમાં શાનદાર જીત નોંધાવી છે. પંજાબની ટીમે પોતાના આ હોમગ્રાઉન્ડમાં ૨૦૨૪થી ૧૩ મૅચમાંથી ૬ મૅચ જીતી છે અને ૭ મૅચમાં હાર મળી છે. મુલ્લાંપુરમાં આજે પંજાબ પોતાની અંતિમ લીગ મૅચ રમશે. તેઓ વર્તમાન સીઝનની ત્રણેય મૅચ અહીં જીત્યા છે. હવે પછીની તેમની ત્રણ હોમ-મૅચ ધર્મશાલામાં રમાશે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

૩૦

રાજસ્થાનની જીત

૧૭

પંજાબની જીત

૧૩



પંજાબ અને રાજસ્થાનના કૅપ્ટન્સનાં પ્રદર્શન 
પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર અને રાજસ્થાનનો કૅપ્ટન રિયાન પરાગ બન્ને મિડલ-ઑર્ડરમાં બૅટિંગ કરે છે. રિયાન પરાગ ૮ ઇનિંગ્સમાં ૧૧૨.૮૨ના નબળા સ્ટ્રાઇક-રેટથી ફક્ત ૮૮ રન કરી શક્યો છે. શ્રેયસ ઐયર ૬ ઇનિંગ્સમાં ૧૮૬ના સ્ટ્રાઇક-રેટથી ૨૭૯ રન ફટકારી ચૂક્યો છે. શ્રેયસ ઐયર છેલ્લી મૅચના ૭૧ રન સહિત ચાર ફિફટી ફટકારી ચૂક્યો છે, જ્યારે રિયાન પરાગ માત્ર ૨૦ રનનો હાઇએસ્ટ સ્કોર કરી શક્યો છે.  


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK