Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સની અંદરની વાતો લીક કરીને ભૂતપૂર્વ રણજી પ્લેયર ત્રણ કરોડ રૂપિયા કમાયો

IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સની અંદરની વાતો લીક કરીને ભૂતપૂર્વ રણજી પ્લેયર ત્રણ કરોડ રૂપિયા કમાયો

Published : 23 September, 2026 01:06 PM | Modified : 23 September, 2026 01:10 PM | IST | chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુકીઓને પાંચ મૅચો વિશેની માહિતી આપીને મૅચદીઠ ૬૦ લાખ રૂપિયા મેળવ્યા હતા રચિત ભાટિયાએ : સ્ટિંગ-ઑપરેશનમાં બધું બોલી ગયો

રચિત ભાટિયા

રચિત ભાટિયા


રણજી ટ્રોફીના ભૂતપૂર્વ ખેલાડી રચિત ભાટિયાએ ૨૦૨૫માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન દરમ્યાન મૅચ-ફિક્સિંગમાં સામેલ હોવાની કબૂલાત કરી છે. એક સ્ટિંગ-ઑપરેશન દરમ્યાન નાગાલૅન્ડ માટે રમેલા રચિત ભાટિયાએ અજાણતાં જ ક્રિકેટ ફિક્સિંગ નેટવર્કની ચોંકાવનારી વાતો શૅર કરી હતી. 
સ્ટિંગ-ઑપરેશનના વાઇરલ વિડિયો અનુસાર રચિત ભાટિયાએ કહ્યું કે ‘IPL 2025માં મેં પાંચ મૅચો ફિક્સ કરી હતી. આ માટે મેં સ્નૅપચેટ દ્વારા લંડનમાં રહેલા બુકીઓને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વિશેની આંતરિક માહિતી પૂરી પાડી હતી. મને પ્રતિ મૅચ ૬૦ લાખ રૂપિયા મળ્યા હતા, જેના પરિણામે પાંચ મૅચોમાંથી મારી કુલ કમાણી ૩ કરોડ રૂપિયા થઈ હતી.’
રચિત ભાટિયાએ ખુલાસો કર્યો કે ‘હું ૨૦૨૬માં પણ આવું કરવાનો હતો પરંતુ માહિતી આપતો મારો ખેલાડી ચેન્નઈની સ્ક્વૉડમાં સિલેક્ટ થયો નહીં. તે હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં રમ્યો જેમાં ફિક્સિંગ માટે પ્રતિ મૅચ ૪૦ લાખ રૂપિયા મળે છે.’
રચિત ભાટિયાએ ભલે નામનો ખુલાસો ન કર્યો પણ શંકાની સોય ઉત્તરાખંડના વિકેટકીપર-બૅટર વંશ બેદી પર જઈ રહી છે, જે ૨૦૨૬ની ચેન્નઈની સ્ક્વૉડમાંથી ડ્રૉપ થયો હતો અને હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં પણ રમ્યો હતો.

દિલ્હી પ્રીમિયર લીગમાં મૅચ-ફિક્સિંગના દાવા બાદ DDCAએ નિવેદન બહાર પાડ્યું



સ્ટિંગ-ઑપરેશન દરમ્યાન ભૂતપૂર્વ રણજી ખેલાડી રચિત ભાટિયાએ દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં મૅચ-ફિક્સિંગ અંગેના દાવા કર્યા બાદ દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રક્ટ ક્રિકેટ અસોસિએશને (DDCA) ગઈ કાલે એક નિવેદન બહાર પાડ્યું હતું. 
DDCAએ લખ્યું કે ‘આ અહેવાલોમાં ઉલ્લેખિત આક્ષેપો અપ્રમાણિત છે અને કોઈ પણ સક્ષમ સત્તાધિકારી દ્વારા એની પુષ્ટિ કરવામાં આવી નથી. માત્ર આવા આક્ષેપોના આધારે કોઈ નિષ્કર્ષ પર આવવું અયોગ્ય રહેશે. અમે તપાસની પ્રક્રિયા શરૂ કરી છે.’


ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ફિક્સિંગના ખુલાસા કર્યા

રચિત ભાટિયાએ દાવો કર્યો કે ‘મેં જાણીજોઈને બે વાઇડ બૉલ નાખ્યા હતા અને બુકીઓ પાસેથી પ્રતિ બૉલ ૮ લાખ રૂપિયા મેળવ્યા હતા. આમ કુલ ૧૬ લાખ રૂપિયાની કમાણી કરી હતી. નાગાલૅન્ડ રણજી ટ્રોફી ટીમમાં પસંદગી પામવા માટે મેં ૧૫ લાખ રૂપિયાની લાંચ આપી હતી, જેના પરિણામે મારું એ સીઝનમાં રણજી ડેબ્યુ થયું હતું.’
રચિત ભાટિયાએ વધુમાં ખુલાસો કર્યો કે ‘હું હાલમાં નૅશનલ સ્કૂલ ટુર્નામેન્ટ માટે દિલ્હી સ્કૂલ ક્રિકેટ ટીમનો સિલેક્ટર અને કોચ છું. હું 
અન્ડર-14 , અન્ડર-17, અન્ડર- 19ની ટીમનું મૅનેજમેન્ટ સંભાળું છું. આ ટીમમાં યુવા ખેલાડીને સામેલ કરવા માટે હું સાતથી ૮ લાખ રૂપિયા લઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 01:10 PM IST | chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK