વીડિયોમાં, ટેબલ પર અનેક પ્રકારના ડ્રિંક્સ રાખેલા જોવા મળી રહ્યા છે. પંત, ધોની અને તેમના મિત્રોના જૂથ વચ્ચે બીયર કૅન અને કૉકટેલ જોઈ શકાય છે. પંત સ્પષ્ટપણે નશામાં ધૂત અને એક વૃદ્ધ વ્યક્તિ સાથે સોફા પર આરામ કરતો દેખાતો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
સોશિયલ મીડિયા પર રિષભ પંત અને મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા છે. હૉટેલના રૂમમાં, રિષભ પંત સ્પષ્ટપણે નશામાં ધૂત હોવાનું લાગી રહ્યું છે અને તેના મિત્રો સાથે મસ્તી કરી રહ્યો છે. પછીથી એમએસ ધોની પણ રિષભ સાથે હાથ મિલાવતો જોવા મળે છે. ધોનીએ પછી ભારતના ભૂતપૂર્વ વાઇસ-કૅપ્તાન પંતને કહ્યું `હુક્કો` પીવા માટે નીચે જઈ રહ્યો છે.
રિષભ પંત નશામાં છે, ધોની `હુક્કો` પીવા ગયો
ADVERTISEMENT
વીડિયોમાં, ટેબલ પર અનેક પ્રકારના ડ્રિંક્સ રાખેલા જોવા મળી રહ્યા છે. પંત, ધોની અને તેમના મિત્રોના જૂથ વચ્ચે બીયર કૅન અને કૉકટેલ જોઈ શકાય છે. પંત સ્પષ્ટપણે નશામાં ધૂત અને એક વૃદ્ધ વ્યક્તિ સાથે સોફા પર આરામ કરતો દેખાતો હતો. તેણે વારંવાર એમએસ ધોનીને બોલાવ્યો. ધોની આવ્યો અને હાથ મિલાવતા પહેલા `જરા હુક્કા પીકે આતા હું` એમ કહ્યું.
નેટીઝન્સ પ્રતિક્રિયા આપી પંતે નશામાં CM ધામીને કરેલી પોસ્ટ યાદ કરી
સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ હતી કારણ કે આ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. કેટલાક યુઝર્સે ધોની અને પંત વચ્ચે વધતી જતી મિત્રતા પર ધ્યાન દોર્યું. IPL 2026 સીઝન પછી બંને વિકેટકીપરોએ સાથે ઘણો સમય વિતાવ્યો હતો. ધોની અને પંત રાંચીમાં અને પછી લોર્ડ્સમાં સાથે જોવા મળ્યા હતા, જ્યારે ભારત ત્રીજી ODI મૅચમાં ઇંગ્લૅન્ડ સામે રમી રહ્યું હતું. તે સમય દરમિયાન, પંતે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને સીધા ટ્વિટ કરીને ચર્ચા જગાવી હતી. લૅફ્ટી બૅટરે મોડી રાતની ભૂલોથી ભરેલી પોસ્ટમાં જમીન ખરીદવામાં સરળતા માટે વિનંતી કરી હતી. એક યુઝરે તેનો ઉલ્લેખ કર્યો અને ટિપ્પણી કરી, "આજ પાર્ટી પછી ઉત્તરાખંડના મુખ્યમંત્રીને મૅસેજ કર્યો હતો એવું લાગી રહ્યું છે."
Rishab ??? pic.twitter.com/M93dlPsGwF
— ?? (@mostlydhoni78) September 2, 2026
ધોનીનો હુક્કા પ્રત્યેનો પ્રેમ
ધોનીનો હુક્કો પ્રત્યેના પ્રેમ જાણીતો છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન તેના હૉટેલના રૂમમાં લાઉન્જ જેવું વાતાવરણ બનાવવા માટે જાણીતો છે. તેના આમ કરવાથી યુવા ખેલાડીઓ આરામદાયક રહી શકે છે અને સ્ટેબલ થઈ જાય છે એવું કહેવાય છે. ઘણા ભૂતપૂર્વ સાથી ખેલાડીઓએ ખુલાસો કર્યો છે કે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ઓપન ડોર પોલિસી ધરાવે છે અને આવા સૅશન માટે તે સાથી ખેલાડીઓને આમંત્રિત કરે છે. આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પછી દુબઈમાં ધોનીનો હુલળો હુક્કો પીવાના વીડિયો પણ વાયરલ થયા છે.
CSK ટીમમાં હિસ્સો ખરીદવાના મામલે ધોની અને માલિકો વચ્ચે મતભેદ?
ચેન્નઈ સુપર કિંગ્સનો ૨૦૦૮થી મુખ્ય ચહેરો રહેલા મહેન્દ્ર સિંહ ધોની વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યા છે. ૪૫ વર્ષનો ધોની ક્રિકેટ કરીઅરના અંતની નજીક હોવાથી તેણે ઇક્વિટી હિસ્સો ખરીદીને ચેન્નઈ સ્થિત આ ફ્રૅન્ચાઇઝી સાથેના પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે ચેન્નઈ સુપર કિંગ્સનું મૅનેજમેન્ટ ધોનીની શરતો સાથે સંમત ન થતાં આ સોદો નિષ્ફળ ગયો હોવાના અહેવાલ છે. ધોની શરૂઆતમાં ફ્રૅન્ચાઇઝીમાં પચીસ ટકા હિસ્સો ખરીદવા માગતો હતો, જ્યારે ટીમના માલિકો ફક્ત ત્રણ ટકા હિસ્સો ઑફર કરવા તૈયાર હતા.
