Rohit Sharma Meets CM Devendra Fadnavis: સીએમ ફડણવીસે રોહિત શર્મા સાથેની મુલાકાતનો ફોટો શૅર કર્યો અને લખ્યું, `મારા સત્તાવાર નિવાસસ્થાને ભારતીય ક્રિકેટર રોહિત શર્માનું સ્વાગત કરવું, તેની સાથે મુલાકાત કરવી અને વાતચીત કરવી ખૂબ જ આનંદદાયક રહ્યું.`
રોહિત શર્મા મળ્યો દેવેન્દ્ર ફડણવીસને (તસવીર: X)
ભારતીય ક્રિકેટ ટીમનો કૅપ્ટન અને અનુભવી ખેલાડી રોહિત શર્માએ ઇંગ્લૅન્ડ પ્રવાસ પહેલા ટૅસ્ટ ક્રિકેટમાંથી (Rohit Sharma Meets CM Devendra Fadnavis) નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પહેલા રોહિતે ટી20 ફોર્મેટ છોડી દીધું હતું. જોકે, રોહિત શર્મા ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે એવું પણ તેણે કહ્યું હતું. ટૅસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિત શર્મા આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યો હતા. રોહિત શર્માની આ મુલાકાત મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. મુખ્ય પ્રધાને રોહિતને ટૅસ્ટ નિવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મુલાકાત દરમિયાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે રોહિત શર્માના (Rohit Sharma Meets CM Devendra Fadnavis) ખભાને સન્માનના પ્રતીક તરીકે શાલ ઓઢાડી હતી. મુખ્ય પ્રધાન તરફથી મળેલા આ સન્માનથી રોહિત શર્મા પણ ખૂબ જ ખુશ દેખાતો હતો. સીએમ ફડણવીસે રોહિત શર્મા સાથેની મુલાકાતનો ફોટો શૅર કર્યો અને લખ્યું, `મારા સત્તાવાર નિવાસસ્થાને ભારતીય ક્રિકેટર રોહિત શર્માનું સ્વાગત કરવું, તેની સાથે મુલાકાત કરવી અને વાતચીત કરવી ખૂબ જ આનંદદાયક રહ્યું.` મેં તેને ટૅસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અને તેની સફરના આગામી પ્રકરણમાં સતત સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે.”
ADVERTISEMENT
It was great to welcome, meet and interact with Indian cricketer Rohit Sharma at my official residence Varsha. I extended my best wishes to him on his retirement from Test cricket and for continued success in the next chapter of his journey!@ImRo45#Maharashtra #Mumbai… pic.twitter.com/G0pdzj6gQy
— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 13, 2025
રોહિત માટે અટકળો શરૂ થઈ ગઈ છે.
સીએમ ફડણવીસ સાથેની મુલાકાત સાથે જ રોહિત શર્માને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા (Rohit Sharma Meets CM Devendra Fadnavis) યુઝર્સ રોહિત શર્માની આ મુલાકાતને તેના રાજકીય કારકિર્દીની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે, પરંતુ આ વાત કહેવી ખૂબ જ વહેલું ગણાશે. કારણ કે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમથી સંપૂર્ણપણે અલગ થયો નથી. રોહિતે ટી20 અને ટૅસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તેણે વનડે ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવાનો પોતાનો નિર્ણય જાળવી રાખ્યો છે. એવી અપેક્ષા છે કે તે 2027 ના ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમશે. આવી સ્થિતિમાં, જો રોહિત શર્મા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છે, તો તે હાલમાં યોગ્ય રહેશે નહીં. કારણ કે રોહિત શર્મા કે સીએમ ફડણવીસ બન્નેએ આ મુદ્દે કોઈ ચર્ચા કરી નથી.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટની કૅપ્ટનસી અને તેમાં રમવાથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ (Rohit Sharma Meets CM Devendra Fadnavis) પણ ટૅસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ બે સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિની જાહેરાત પછી ભારતીય ક્રિકેટ ટીમ પર મોટું સંકટ આવ્યું છે. કારણ કે હવે ટૅસ્ટ ટીમનો કૅપ્ટન કોણ બનશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. વિરાટ અને રોહિત બન્નેએ તેમના સોશિયલ મીડિયા પર સ્ટોરી શૅર કરીને આ જાહેરાત કરી હતી.

