ચોથા દિવસની રમતના અંતે આકાશ દીપે નંબર વન ટેસ્ટ-બૅટર જો રૂટ સામે ઑફ સ્ટમ્પની પાસેથી બૉલને અંદરની તરફ ટર્ન કરાવ્યો હતો જેની સામે જો રૂટ ચૂકી ગયો
સચિન તેન્ડુલકર
એજબૅસ્ટન ખાતે ભારતની ૩૩૬ રનની સૌથી મોટી વિદેશની જીત બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ફાસ્ટ બોલર આકાશ દીપની જાહેરમાં પ્રશંસા કરી હતી. તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પ્રશંસા કરતાં લખ્યું કે ‘કહેવાની જરૂર નથી કે આકાશ દીપ ઉત્કૃષ્ટ બોલર હતો અને મારા મતે તેણે જો રૂટને બૉલ ઑફ ધ સિરીઝ ફેંકીને આઉટ કર્યો. ભારતીય બોલર્સે જે લેન્થથી બોલિંગ કરી એ મને પ્રભાવિત કરનારી હતી.’
ચોથા દિવસની રમતના અંતે આકાશ દીપે નંબર વન ટેસ્ટ-બૅટર જો રૂટ સામે ઑફ સ્ટમ્પની પાસેથી બૉલને અંદરની તરફ ટર્ન કરાવ્યો હતો જેની સામે જો રૂટ ચૂકી ગયો અને બૉલ સ્ટમ્પમાં લાગ્યો હતો. બીજી ઇનિંગ્સમાં તેણે ઇંગ્લૅન્ડના ટૉપ ૬ બૅટર્સમાંથી ચારની વિકેટ ઝડપી હતી. પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ અને બીજીમાં ૬ વિકેટ લઈને આકાશ દીપે ઇંગ્લૅન્ડ સામે ભારત તરફથી બેસ્ટ બોલિંગ-પ્રદર્શનનો રેકૉર્ડ બનાવ્યો હતો જે તેની ક્રિકેટ-કરીઅરનું પણ બેસ્ટ પર્ફોર્મન્સ હતું.

