ધુરંધર : ધ રિવેન્જના આ ડાયલૉગથી જસપ્રીત બુમરાહને જાહેરમાં ટ્રોલ કર્યો પત્ની સંજના ગણેશને, જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને હાલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રમૂજી કન્ટેન્ટ શૅર કર્યું હતું.
ઘર કી યાદ નહીં આઈ તુઝે જસ્સી?
જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને હાલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રમૂજી કન્ટેન્ટ શૅર કર્યું હતું. તેણે ‘ધુરંધર : ધ રિવેન્જ’ ફિલ્મના ટ્રેન્ડિંગ ઇન્ટરવલ સીનનો મીમ શૅર કરીને જસપ્રીત બુમરાહને ટ્રોલ કર્યો હતો.
સંજના ગણેશને લખ્યું હતું કે ‘જ્યારે જસપ્રીત બુમરાહ બૉય્ઝ નાઇટ આઉટનો પ્લાન બનાવે છે ત્યારે... હું કહું છું, ઘર કી યાદ નહીં આઈ તુઝે જસ્સી?’ સંજનાએ આ ડાયલૉગ માટે ફિલ્મના સીનમાં દર્શાવવામાં આવેલા અભિનેતા ઉદયબીર સંધુનો લાંબા વાળવાળો ફોટો શૅર કર્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઇન્જર્ડ છે?
મુંબઈ ઇન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPL 2026 પહેલાં BCCIના સેન્ટર ઑફ એક્સલન્સ પહોંચ્યો છે. પાંચ વખતની ચૅમ્પિયન ટીમના મોટા ભાગના પ્લેયરોએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તાલીમ શરૂ કરી દીધી છે, પરંતુ જસપ્રીત બુમરાહ ટીમ સાથે હજી જોડાયો નથી. એ વાત હજી સ્પષ્ટ નથી કે ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા આ ખેલાડીને ઇન્જરી થઈ છે કે તે ફક્ત નિયમિત તપાસ માટે ત્યાં છે. મુંબઈની ટીમ માટે જસપ્રીત બુમરાહ ૧૮ કરોડ રૂપિયામાં રમે છે.
