મુંબઈએ હરિયાણા સામે ૧૫ બૉલ પહેલાં ૨૩૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
યશસ્વી જાયસવાલ
પુણેના અંબીમાં સ્થિત ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના સુપર લીગ રાઉન્ડમાં પહેલી જીત નોંધાવી છે. હરિયાણાએ માત્ર ૩ વિકેટ ગુમાવીને ૨૩૪ રન ફટકાર્યા હતા. જવાબમાં મુંબઈએ યશસ્વી જાયસવાલના ૧૦૧ રન અને સરફરાઝ ખાનના ૬૩ રનના આધારે ૧૭.૩ ઓવરમાં ૬ વિકેટે ૨૩૮ રન કરીને ૨૩૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. યશસ્વી જાયસવાલે ૫૦ બૉલમાં ૧૬ ફોર અને એક સિક્સરની મદદથી ૧૦૧ રન ફટકારીને રન-ચેઝ સરળ બનાવી દીધો હતો. સરફરાઝ ખાને પચીસ બૉલમાં ૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ૯ ફોર અને ૩ સિક્સર પણ ફટકારી હતી. ૪ વિકેટે જીતનાર મુંબઈ આ રાઉન્ડની પહેલી મૅચમાં હૈદરાબાદ સામે હાર્યું હતું.


