Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસની સેના સામે શિવમ દુબેની ટીમની આસાન જીત

શ્રેયસની સેના સામે શિવમ દુબેની ટીમની આસાન જીત

Published : 04 June, 2026 02:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્જુન તેન્ડુલકરે એક વિકેટ લીધા બાદ વિનિંગ સિક્સર પણ ફટકારી...

ટૉસ વખતે શિવમ દુબે અને શ્રેયસ ઐયર, વિનિંગ સિક્સર ફટકાર્યા બાદ ખુશખુશાલ અર્જુન તેન્ડુલકર

ટૉસ વખતે શિવમ દુબે અને શ્રેયસ ઐયર, વિનિંગ સિક્સર ફટકાર્યા બાદ ખુશખુશાલ અર્જુન તેન્ડુલકર


વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે સાંજે મેન્સ T20 મુંબઈ લીગની ચોથી મૅચ સોબો મુંબઈ ફાલ્કન્સ અને ARCS અંધેરી ટીમ વચ્ચે રમાઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર શ્રેયસ ઐયરની ટીમ મુંબઈ ફાલ્કન્સ ૧૮.૨ ઓવરમાં ૧૨૬ રન કરીને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં અંધેરીની ટીમે ૧૪ ઓવરમાં પાંચ વિકેટના નુકસાન સાથે ૧૨૭ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો.

ત્રીજા ક્રમે બૅટિંગ કરવા આવેલો શ્રેયસ ઐયર હરીફ ટીમના કૅપ્ટન શિવમ દુબેની ઓવરમાં ૭ બૉલમાં પાંચ રનના સ્કોર પર કૅચઆઉટ થયો હતો. ૩.૨ ઓવરમાં ૧૭ રનમાં ૩ વિકેટ લઈને ૧૫ બૉલમાં ૧૬ રન કરનાર શિવમ દુબે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. અંધેરી માટે રમેલી રહેલા અર્જુન તેન્ડુલકરે ૩ ઓવરમાં ૨૧ રન આપીને એક વિકેટ લીધી હતી. બે બૉલમાં ૭ રન પર અણનમ રહેનાર અર્જુને વિનિંગ સિક્સ ફટકારીને ૬ ઓવર એટલે કે ૩૬ બૉલ પહેલાં ટીમને જીત અપાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK