શ્રેયસ ઐયરની જૂની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સને ટ્રોલ કરતો વિડિયો શૅર કરવું તેની બહેન શ્રેષ્ટા ઐયરને ભારે પડ્યું છે. ઈડન ગાર્ડન્સમાં વરસાદને કારણે મૅચ રદ થઈ ત્યારે પંજાબ કિંગ્સ સાથે કલકત્તાને પણ એક પૉઇન્ટ મળ્યો હતો અને તેમનું ખાતું ખૂલ્યું હતું.
શ્રેયસ ઐયર અને તેની બહેન
શ્રેયસ ઐયરની જૂની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સને ટ્રોલ કરતો વિડિયો શૅર કરવું તેની બહેન શ્રેષ્ટા ઐયરને ભારે પડ્યું છે. ઈડન ગાર્ડન્સમાં વરસાદને કારણે મૅચ રદ થઈ ત્યારે પંજાબ કિંગ્સ સાથે કલકત્તાને પણ એક પૉઇન્ટ મળ્યો હતો અને તેમનું ખાતું ખૂલ્યું હતું. પંજાબની જર્સી પહેરીને શ્રેષ્ટા ઐયરે મિત્રો સાથે એક ડાન્સ-ઉજવણીવાળો વિડિયો શૅર કર્યો હતો. એમાં તેણે કહ્યું હતું કે સાડ્ડે પંજાબિયાં દા દિલના વડ્ડા હોન્દા હૈ...લો દિત્તા એક પૉઇન્ટ.
આ વિડિયો બાદ તેને ઑનલાઇન અપશબ્દો અને ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. ડાન્સ-વિડિયો ડિલીટ કર્યા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે ‘મારા વિડિયોને ખોટી રીતે જોવામાં આવ્યો છે. આ વિડિયો હળવી મજાક માટે બનાવ્યો હતો, પણ બધા સમજી શક્યા નહીં. મને જે મેસેજ મળ્યા હતા એની અપેક્ષા નહોતી. હું નકારાત્મકતા ફેલાવવા નથી માગતી અને મારા ભાઈ, તેની ટીમનું માન રાખીને વિડિયો હટાવી રહી છું.’
