Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શુભમન ગિલ ICC પ્લેયર ઑફ ધ મંથ અવૉર્ડ રેકૉર્ડ પાંચમી વખત જીતનાર પુરુષ ખેલાડી બન્યો

શુભમન ગિલ ICC પ્લેયર ઑફ ધ મંથ અવૉર્ડ રેકૉર્ડ પાંચમી વખત જીતનાર પુરુષ ખેલાડી બન્યો

Published : 14 October, 2026 08:41 AM | Modified : 14 October, 2026 08:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સપ્ટેમ્બર ૨૦૨૬માં શુભમન ગિલે બે વન-ડે મૅચમાં એક સદી અને એક ડબલ સેન્ચુરીની મદદથી ૩૩૩ રન કરીને આ અવૉર્ડ જીત્યો છે.

શુભમન ગિલ

શુભમન ગિલ


ભારતીય વન-ડે અને ટેસ્ટ-ટીમ કૅપ્ટન શુભમન ગિલે સૌથી વધુ મેન્સ ICC પ્લેયર ઑફ ધ મંથ જીતીને પોતાનો રેકૉર્ડ પાંચમા પુરસ્કાર સુધી લંબાવ્યો છે. ICCનો આ પ્રતિષ્ઠિત અવૉર્ડ પાંચમી વખત જીતનાર શુભમન ગિલ પહેલો પુરુષ ખેલાડી બન્યો છે. પાકિસ્તાનનો બાબર આઝમ આ લિસ્ટમાં ત્રણ અવૉર્ડ સાથે બીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડીઝની કૅપ્ટન હેલી મૅથ્યુઝ વિમેન્સ કૅટેગરીમાં રેકૉર્ડ પાંચ વખત આ અવૉર્ડ જીતી છે. 

સપ્ટેમ્બર ૨૦૨૬માં શુભમન ગિલે બે વન-ડે મૅચમાં એક સદી અને એક ડબલ સેન્ચુરીની મદદથી ૩૩૩ રન કરીને આ અવૉર્ડ જીત્યો છે. આ રેસમાં તેણે ભારતના અભિષેક શર્મા અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પાછળ છોડ્યા હતા. 



શુભમન ગિલે અગાઉ જાન્યુઆરી ૨૦૨૩, સપ્ટેમ્બર ૨૦૨૩, ફેબ્રુઆરી ૨૦૨૫ અને જુલાઈ ૨૦૨૫માં આ પુરસ્કાર જીત્યો હતો. અત્યાર સુધીમાં ૧૧ ભારતીય પુરુષ ખેલાડીઓએ કુલ ૧૭ વખત આ પુરસ્કાર જીત્યો છે.


ત્રીજી વખત મેન્સ અને વિમેન્સ કૅટેગરીના બન્ને અવૉર્ડ ભારતીયોએ જીત્યા 

સપ્ટેમ્બર ૨૦૨૬ માટે વિમેન્સ ICC પ્લેયર ઑફ ધ મંથનો અવૉર્ડ ભારતીય ઓપનર શફાલી વર્માને મળ્યો હતો. ગયા મહિને તેણે ૧૮૪.૬૧ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ૩૬૦ રન બનાવ્યા અને ૬ વિકેટ લીધી હતી. નવેમ્બર ૨૦૨૫માં પણ શફાલી આ અવૉર્ડ જીતી હતી. 


આ પાંચમી વખત છે જ્યારે એક જ રાષ્ટ્રીય બોર્ડના ખેલાડીઓએ એક જ મહિનામાં પુરુષ અને મહિલા બન્ને કૅટેગરીમાં પુરસ્કારો જીત્યા હોય. ભારતીય ક્રિકેટરોએ અગાઉ બે પ્રસંગોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. જસપ્રીત બુમરાહ, સ્મૃતિ માન્ધનાએ જૂન ૨૦૨૪માં અને સપ્ટેમ્બર ૨૦૨૫ માટે અભિષેક શર્મા, સ્મૃતિ માન્ધનાની પસંદગી કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK