૭૫ વર્ષના આ મુંબઈકર માને છે કે ક્રિકેટના નિયમોમાં સુધારા કરતી કમિટીમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટરોનાં સલાહ-સૂચન જરૂરી છે
રાહુલ દ્રવિડ, રિકી પૉન્ટિંગ, ગ્રેમ સ્મિથ
ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ક્રિકેટના નિયમો બનાવતી લંડનસ્થિત સંસ્થા મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૭૫ વર્ષના આ મુંબઈકર માને છે કે ક્રિકેટના નિયમોમાં સુધારા કરતી કમિટીમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટરોનાં સલાહ-સૂચન જરૂરી છે. ૧૭૮૮થી આ ક્લબે ક્રિકેટના કાયદાઓની જવાબદારી લીધી છે.
આ વિશે વાત કરતાં ગાવસકર કહે છે કે ‘કાયદાઓમાં ફેરફાર MCC દ્વારા કરવામાં આવે છે. એ એક ખાનગી ક્લબ છે જે ઇન્ટરનૅશનલ ક્રિકેટના નિયમો બનાવે છે અને મારું માનવું છે કે એમાં થોડો ઇન્ટરનૅશનલ અનુભવ હોવો જોઈએ. ગ્રેમ સ્મિથ, રાહુલ દ્રવિડ અને રિકી પૉન્ટિંગ - આ એવા લોકો છે જે મને લાગે છે કે કાયદાસમિતિમાં હોવા જોઈએ. તમારી પાસે મેદાન પર રમવાનો અનુભવ હોવો જોઈએ. મને ખાતરી નથી કે ત્યાં જે સમિતિ છે એમાં ઇન્ટરનૅશનલ અનુભવ છે.’

