Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની ધરતી પર ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી બોલર બન્યો સુનીલ નારાયણ

ભારતની ધરતી પર ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી બોલર બન્યો સુનીલ નારાયણ

Published : 11 April, 2026 04:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં કોલકાતા ના​ઇટ રાઇડર્સના કૅરિબિયન સ્પિનર સુનીલ નારાયણે ૪ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને એક વિકેટ લીધી હતી. આ એક વિકેટ સાથે તે ભારતની ધરતી પર ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી અને ઓવરઑલ અગિયારમો બોલર બન્યો હતો.

સુનીલ નારાયણ

સુનીલ નારાયણ


લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં કોલકાતા ના​ઇટ રાઇડર્સના કૅરિબિયન સ્પિનર સુનીલ નારાયણે ૪ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને એક વિકેટ લીધી હતી. આ એક વિકેટ સાથે તે ભારતની ધરતી પર ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી અને ઓવરઑલ અગિયારમો બોલર બન્યો હતો. તેણે ભારતમાં પોતાની ૧૮૩મી T20 મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી.

સુનીલ નારાયણ પછી વિદેશી બોલર તરીકે વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ પેસ બોલર ડ્વેન બ્રાવો ૧૬૨ મૅચમાં ૧૯૦ વિકેટ લઈ ચૂક્યો છે. ૧૪૨ મૅચમાં ૧૮૮ વિકેટ સાથે સ્પિનર રાશિદ ખાન આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ભારતમાં ૨૬૨ મૅચમાં હાઇએસ્ટ ૨૯૬ વિકેટ લઈ ચૂક્યો છે. પંજાબ કિંગ્સનો આ સ્પિનર વર્તમાન સીઝનમાં વધુ ૪ વિકેટ લઈને ભારતમાં ૩૦૦ T20 વિકેટની સિદ્ધિ મેળવી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK