Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ ઇન્ડિયન્સ માટે પહેલી વખત ૩૦૦ રનનો આંકડો પાર ન કરી શક્યો સૂર્યકુમાર યાદવ

મુંબઈ ઇન્ડિયન્સ માટે પહેલી વખત ૩૦૦ રનનો આંકડો પાર ન કરી શક્યો સૂર્યકુમાર યાદવ

Published : 26 May, 2026 11:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026ની સીઝન ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવની મુંબઈ ઇન્ડિયન્સ સાથેની સૌથી ખરાબ સીઝન બની હતી. આ સીઝનમાં સૂર્યા ૧૩ મૅચમાં ૧૪૭.૫૪ના સ્ટ્રાઇક-રેટથી બે ફિફ્ટી ફટકારીને માત્ર ૨૭૦ રન કરી શક્યો હતો.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ


IPL 2026ની સીઝન ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવની મુંબઈ ઇન્ડિયન્સ સાથેની સૌથી ખરાબ સીઝન બની હતી. આ સીઝનમાં સૂર્યા ૧૩ મૅચમાં ૧૪૭.૫૪ના સ્ટ્રાઇક-રેટથી બે ફિફ્ટી ફટકારીને માત્ર ૨૭૦ રન કરી શક્યો હતો. મુંબઈ માટે ૨૦૧૮થી રમી રહેલો સૂર્યકુમાર યાદવ પહેલી વખત આ ટીમ માટે ૩૦૦ પ્લસ રન કરી શક્યો નહોતો.

સૂર્યકુમાર યાદવે ૨૦૧૮માં ૧૪ મૅચમાં ૫૧૨ રન, ૨૦૧૯માં ૧૬ મૅચમાં ૪૨૪ રન, ૨૦૨૦માં ૧૬ મૅચમાં ૪૮૦ રન, ૨૦૨૧માં ૧૪ મૅચમાં ૩૧૭ રન, ૨૦૨૨માં ૧૪ મૅચમાં ૩૦૩ રન, ૨૦૨૩માં ૧૬ મૅચમાં ૬૦૫ રન, ૨૦૨૪માં ૧૧ મૅચમાં ૩૪૫ રન અને ૨૦૨૫માં ૧૬ મૅચમાં ૭૧૭ રન કર્યા હતા. છેલ્લી સીઝનમાં જ તે મુંબઈ માટે એક સીઝનમાં સૌથી વધુ ૭૧૭ રન ફટકારનાર ખેલાડી બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK