ટાઇગર રિઝર્વમાં એન્ટ્રી કરતાં પહેલાં ક્રિકેટ-ફૅન્સ તેમને ઘેરી વળ્યા હતા અને સેલ્ફી-ફોટો લેવા માટે પડાપડી થઈ હતી.
સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીએ T20 સિરીઝ પહેલાં જંગલ સફારીનો આનંદ માણ્યો
ન્યુ ઝીલૅન્ડ સામે નાગપુરમાં આયોજિત પહેલી T20 મૅચ રમવા પહોંચેલા ભારતીય પ્લેયર્સે મધ્ય પ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વની મુલાકાત લીધી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, સંજુ સૅમસન, ઈશાન કિશન, રિન્કુ સિંહ અને રવિ બિશ્નોઈએ ઍૅક્શનમાં આવતાં પહેલાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. ટાઇગર રિઝર્વમાં એન્ટ્રી કરતાં પહેલાં ક્રિકેટ-ફૅન્સ તેમને ઘેરી વળ્યા હતા અને સેલ્ફી-ફોટો લેવા માટે પડાપડી થઈ હતી.


