૧૦ વખતના ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન નોવાક જૉકોવિચે મેલબર્ન પાર્કમાં પોતાની ૧૦૦મી જીત નોંધાવી હતી. આ ખેલાડી વિમ્બલ્ડન (૧૦૨ જીત) અને ફ્રૅન્ચ ઓપન (૧૦૧ જીત) સહિત હવે ઑસ્ટ્રેલિયન ઓપન જેવી મોટી ટુર્નામેન્ટમાં ૧૦૦ જીત મેળવનાર એકમાત્ર પ્લેયર છે.
નોવાક જૉકોવિચનો ઑટોગ્રાફ લેવા દોરી લટકાવીને પોતાની વસ્તુ નીચે મોકલી રહ્યા હતા ફૅન્સ.
ઑસ્ટ્રેલિયાના મેલબર્ન પાર્કમાં આયોજિત વર્ષના પહેલા ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ છે. પહેલા જ દિવસે એક લાખથી વધુ દર્શકોની રેકૉર્ડ ભીડ નોંધાઈ હતી અને બીજા દિવસે ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા નોવાક જૉકોવિચે વિજયી શરૂઆત કરી હતી. આ સર્બિયન ખેલાડીએ સ્પેનના પેડ્રો માર્ટિનેઝને પહેલા રાઉન્ડની મૅચમાં બે કલાકમાં ૬-૩, ૬-૨, ૬-૨થી હરાવ્યો હતો.
૧૦ વખતના ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન નોવાક જૉકોવિચે મેલબર્ન પાર્કમાં પોતાની ૧૦૦મી જીત નોંધાવી હતી. આ ખેલાડી વિમ્બલ્ડન (૧૦૨ જીત) અને ફ્રૅન્ચ ઓપન (૧૦૧ જીત) સહિત હવે ઑસ્ટ્રેલિયન ઓપન જેવી મોટી ટુર્નામેન્ટમાં ૧૦૦ જીત મેળવનાર એકમાત્ર પ્લેયર છે. ચોથા અને અંતિમ ગ્રૅન્ડ સ્લૅમ યુએસ ઓપનમાં તેણે ૯૫ જીત નોંધાવી છે. ૩૮ વર્ષનો આ ખેલાડી સતત ૧૯મી વખત ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહ્યો છે.


