Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હોમગ્રાઉન્ડ પર હારની હૅટ-ટ્રિકથી બચી શકશે ચેન્નઈ?

હોમગ્રાઉન્ડ પર હારની હૅટ-ટ્રિકથી બચી શકશે ચેન્નઈ?

28 April, 2024 08:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતે એના ઝડપી બોલરોના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે. આ વખતે તેમનું ઝડપી બોલિંગ યુનિટ ખૂબ જ નબળું રહ્યું છે.

ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મૅચ પહેલાં પ્રૅક્ટિસ સત્ર દરમ્યાન ફુટબૉલ રમતો એમ. એસ. ધોની.

ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મૅચ પહેલાં પ્રૅક્ટિસ સત્ર દરમ્યાન ફુટબૉલ રમતો એમ. એસ. ધોની.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં જોરદાર ક્રિકેટ ઍક્શન જોવા મળી રહી છે. આજે સુપર સન્ડેમાં પ્રથમ મૅચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે રમાશે, જ્યારે બીજો જંગ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે જામશે. ધુરંધર ખેલાડીઓવાળી આ બન્ને મૅચમાં સિક્સરનો વરસાદ થાય અને જૂના રેકૉર્ડ તૂટે એમાં કોઈ નવાઈ નથી.

પ્લેઑફની રેસમાં આગળ ચાલી રહેલી ચેન્નઈ, હૈદરાબાદ અને ગુજરાતની ટીમ પોતાની છેલ્લી મૅચ હારીને આવી છે. આ ત્રણેય ટીમ પ્લેઑફની રેસમાં આગળ નીકળવા જીતવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે, જ્યારે વિરાટ ઍન્ડ કંપની પ્રતિષ્ઠા બચાવવા અને ગુજરાતનું પ્લેઑફનું સમીકરણ બગાડવા માટે ઊતરશે.



ગુજરાતે એના ઝડપી બોલરોના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે. આ વખતે તેમનું ઝડપી બોલિંગ યુનિટ ખૂબ જ નબળું રહ્યું છે. રાશિદ ખાન જેવા સ્પિનર્સ એકંદરે સારું પ્રદર્શન કરી રહ્યાં છે. કૅપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન સીઝનમાં ૩૦૦થી વધુ રન બનાવી ચૂક્યા છે, જ્યારે મિડલ ઑર્ડર રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. મિડલ ઑર્ડરમાં રજત પાટીદાર અને કૅમરન ગ્રીનને તેમની લય મળી જશે તો બૅન્ગલોરના બૅટિંગ યુનિટને ઘણી મદદ મળશે. આજની મૅચમાં બૅન્ગલોરના બોલર્સના શાનદાર યોગદાનની જરૂર પડશે.


છેલ્લી મૅચમાં બૅન્ગલોર જેવી તળિયાની ટીમ સામે ૩૫ રનથી હારીને આવેલી હૈદરાબાદ સામે ચેન્નઈને હરાવવાનો પડકાર સરળ નહીં રહે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે છેલ્લી બે મૅચ હારીને આવેલી ચેન્નઈ પર આજે હારની હૅટ-ટ્રિકનો ખતરો છે. બોલિંગ, બૅટિંગ અને ફીલ્ડિંગ આમ ત્રણેય યુનિટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી આ બન્ને ટીમનું લક્ષ્ય જીતના ટ્રૅક પર પરત ફરીને પ્લેઑફમાં પહોંચવાનું હશે. છેલ્લી ત્રણ મૅચમાં માત્ર એક વિકેટ લેનાર હૈદરાબાદના સિનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર આજે વિકેટ લેવાનું દબાણ રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK