Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > TPL 2024: રંગભૂમિના કલાકારો આવશે મંચથી પિચ પર, ત્રીજા વર્ષે નાટ્ય કલાકારો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

TPL 2024: રંગભૂમિના કલાકારો આવશે મંચથી પિચ પર, ત્રીજા વર્ષે નાટ્ય કલાકારો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

29 April, 2024 10:02 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TPL 2024: હંમેશા રંગભૂમિ માટે સમર્પિત એવા ચિંતન મહેતા આ થિયેટર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતાં આવ્યા છે.

થિયેટર પ્રીમિયર લીગ 2024

થિયેટર પ્રીમિયર લીગ 2024


કી હાઇલાઇટ્સ

  1. આ વર્ષે ત્રીજી સિઝન રમાઈ રહી છે તેમાં માત્ર ૧૦૦ પુરુષ કલાકારો જ ખેલાડી બનવાના છે
  2. ટોટલ દસ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે
  3. આ મેચ ૧લી મેના રોજ સવારે ૭.૦૦થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી રમવામાં આવશે

છેલ્લા બે વર્ષથી ગુજરાતી રંગભૂમિના મુંબઈના કલાકારોને માટે ક્રિકેટ ટુર્નામેંટ (TPL 2024)નું આયોજન થતું આવ્યું છે. તે જ શ્રેણીમાં આ વર્ષે તેની ત્રીજી સિઝન ૧લી મેના રોજ થવા જઈ રહી છે. જ્યારથી આ આયોજન થયું છે ત્યારથી તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતો રહે છે. જે કલાકારો મંચ પર પોતાની આગવી કળા રજૂ કરતાં હોય છે તે હવે આ ટુર્નામેંટને કારણે ક્રિકેટના મેદાનમાં બેટિંગ અને બોલિંગ કરીને ક્રિકેટનો લાહવો પણ લઈ શક્યા છે. હંમેશા રંગભૂમિ માટે સમર્પિત એવા ચિંતન મહેતા આ થિયેટર પ્રીમિયર લીગ (TPL 2024) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતાં આવ્યા છે. 

શું છે આ થિયેટર પ્રીમિયર લીગ (TPL) ક્રિકેટ ટુર્નામેન્ટ પાછળનો હેતુ?



નાટ્યક્ષેત્રના કલાકારો એક છત નીચે ભેગા થાય તેવા ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર, પ્રેઝેન્ટર, લાઇટ ઓપરેટર, મ્યુઝિક ઓપરેટર વગેરે જે રંગભૂમિ સાથે સંકળાયેલા છે તે સૌ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકતા હોય છે. ચિંતન મહેતા કહે છે કે, “જ્યારે ૨૦૨૨માં જ્યારે શરૂઆત કરી ત્યારે માત્ર ૫૦ પુરુષ ખેલાડીઓ વચ્ચે જ આ મેચ થઈ હતી. જ્યારે પ્રથમવાર આ આયોજન થયું હતું ત્યારે પ્રથમવાર પૂજા જાણીતા કલાકાર પ્રતિમા ટીના હાથે કરવામાં આવી હતી. અને આ વર્ષે પણ તેમના જ હાથે થશે. શરૂઆતમાં તેવા સંજોગો નહોતા પણ સદનસીબે તેઓ જ આ વર્ષે પૂજા કરવાના છે. બીજી સિઝનમાં ૧૨૦ લોકોએ ભાગ લીધો હતો. હવે જ્યારે આ વર્ષે ત્રીજી સિઝન રમાઈ રહી છે તેમાં માત્ર ૧૦૦ પુરુષ કલાકારો જ ખેલાડી બનવાના છે.”


શું છે આ વર્ષનો પ્લાન? કેટલા લોકો વચ્ચે જામશે જંગ?

ચિંતન મહેતા ગુજરાતી મિડ-ડે ડોટ કોમને જણાવે છે કે આ વર્ષે સિઝન ૩ (TPL 2024)માં ટોટલ દસ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. દરેક ટીમમાં ૧૦ પ્લેયર હશે. એટલે કે કુલ ૧૦૦ ખેલાડીઓ આ વર્ષે ભાગ લઈ રહ્યા છે. દસે દસ ટીમના નામ જાણીતા નાટકના નામ પરથી જ રાખવામાં આવે છે. કકેશ પ્રાઇઝ સાથે છ ઓવરની મેચ રમવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી પણ રાખવામાં આવે છે. પ્લસ જેટલા લોકો જોડાય છે તે સૌને મોમેન્ટો આપવામાં આવે છે. વિજેતાઓને પણ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. 


જેમાં જિમીત ત્રિવેદી, અમિત સોની, વિનાયક કેતકર આ વર્ષે પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. તે ઉપરાંત આ વર્ષે સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, તન્મય વેકરિયા, કિરણ ભટ્ટ, ધર્મેશ વ્યાસ, ઉમેશ શુક્લા, જયેશ બારભાયા, ભરત ઠક્કર, વિશાલ ગોરાડિયા વગેરે જાણીતા કલાકારો પણ ભાગ લેવાના છે. 

ક્યાં છે આ વર્ષે ટુર્નામેન્ટ?

વેન્યુ: આ વર્ષે આ આયોજન (TPL 2024) બોરિવલીના ગોરાઈમાં નાલંદા કોલેજના ટર્ફમાં રાખવામાં આવ્યું છે. આ વર્ષે આ મેચ ૧લી મેના રોજ સવારે ૭.૦૦થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી રમવામાં આવનાર છે.

બોરિવલીના લોકલ કોર્પોરેટર શિવાનંદ શેટ્ટીનો આ આયોજનમાં ખૂબ જ સાથ સહકાર મળવાનો છે. તે ઉપરાંત સહજ સિટી, સુવર્ણલક્ષી બેન્ક, ગુજરાતી રંગભૂમિથી શરૂઆત કરનાર અને તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા જેવા જાણીતા શૉના પ્રોડ્યુસર આસિત મોદી અને તેમની કંપની નીલા ટેલિ ફિલ્મ્સ, ગુજરાતી મિડ-ડે ડોટ કોમ, રાજેશ પટેલ અને નીલેશ સાબલે, રામ યાદવનો પણ આ સમગ્ર આયોજનમાં ખૂબ જ મહત્વનો ફાળો છે. આ આખા દિવસમાં નાસ્તો, જમવાનું, લીંબુ પાણી, ચા-કોફી માટે ઓમ શક્તિ કેટરર્સનો ખૂબ સપોર્ટ મળે છે. અરવિંદભાઈ ખત્રી સન્સના વિજય ખત્રીનો પણ સહકાર મળેલો છે. જોવા પણ આવે છે. આ ટુર્નામેન્ટ જોવા પણ ઘણા લોકો આવતા હોય છે. આ આયોજનના દરેક બાબત માટે ડિઝાઇનલક્ષી સપોર્ટ ક્રીશ જોશીએ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK