સામે યજમાન ટીમે ૩૧.૧ ઓવરમાં ૩ વિકેટે ૨૧૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હવે ૧૨થી ૨૩ જુલાઈ વચ્ચે બન્ને ટીમ વચ્ચે બે યુથ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે.
વૈભવ સૂર્યવંશી
ભારતીય અન્ડર-19 ટીમે સોમવારે ઇંગ્લૅન્ડ સામે પાંચમી વન-ડે સાત વિકેટે હારવા છતાં વન-ડે સિરીઝને ૩-૨થી જીતી લીધી છે. ભારતે નવ વિકેટ ગુમાવીને ૨૧૦ રન બનાવ્યા હતા જેની સામે યજમાન ટીમે ૩૧.૧ ઓવરમાં ૩ વિકેટે ૨૧૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હવે ૧૨થી ૨૩ જુલાઈ વચ્ચે બન્ને ટીમ વચ્ચે બે યુથ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે.
વૈભવનું પ્રદર્શન |
|
મૅચ |
૫ |
રન |
૩૫૫ |
ફોર |
૩૦ |
સિક્સ |
૨૯ |
ફિફ્ટી |
૧ |
સેન્ચુરી |
૧ |
ઍવરેજ |
૭૧ |
સ્ટ્રાઇક-રેટ |
૧૭૪.૦૧ |
હાઇએસ્ટ સ્કોર |
૧૪૩ |
ADVERTISEMENT
આ સિરીઝમાં ૧૪ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ પાંચ મૅચમાં ૩૫૫ રન કરીને અનેક રેકૉર્ડ તોડ્યા હતા. હવે તેણે એક યુથ વન-ડે સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ ૩૫૧ રન કરવાનો વર્તમાન ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલનો રેકૉર્ડ તોડ્યો છે. શુભમને આ રેકૉર્ડ ૨૦૧૭માં ઇંગ્લૅન્ડ સામે જ કર્યો હતો. વૈભવે આ સિરીઝમાં ૪૮, ૪૫, ૮૬, ૧૪૩ અને ૩૩ રનની ઇનિંગ્સ રમી હતી.

