ત્રીજી સીઝન ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં રમાશે.
ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ઑક્શન
મંગળવારે સાંજે બાંદરામાં ભારતની પ્રથમ ટેનિસ-બૉલ T10 ટુર્નામેન્ટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)નું ત્રીજી સીઝન માટે ઑક્શન યોજાયું હતું. આ સમયે કોર-કમિટના સભ્યો સચિન તેન્ડુલર અને આશિષ શેલાર ઉપરાંત ટીમ-ઓનરો અક્ષયકુમાર, હૃતિક રોશન, અજય દેવગન, સૈફ અલી ખાન સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા હતા. ઑક્શનમાં લીગની હાઇએસ્ટ ૩૨.૫૦ લાખ રૂપિયાની બોલી લગાડી માઝી મુંબઈ ફ્રૅન્ચાઇઝીએ વિજય પાવલેને ખરીદ્યો હતો. ૧૬ વર્ષનો રુદ્ર પાટીલ ઑક્શનો સૌથી યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. તેને શ્રીનગર કે વીર ફ્રૅન્ચાઇઝીએ બેઝ પ્રાઇસ ૩ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
ત્રીજી સીઝન ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં રમાશે.


