Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2026 પહેલાં વિરાટ કોહલીએ કમળ સહિત ફુલ-સ્લીવ ટૅટૂ કરાવ્યું

IPL 2026 પહેલાં વિરાટ કોહલીએ કમળ સહિત ફુલ-સ્લીવ ટૅટૂ કરાવ્યું

Published : 28 March, 2026 03:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં ૧૮ વર્ષથી તે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે IPL અને હવે બંધ થયેલી ચૅમ્પિયન્સ લીગમાં ૨૮૨ મૅચોમાં ૯૦૮૫ રન કરી ચૂક્યો છે. તે એક IPL ટીમ માટે T20 લીગમાં ૧૦,૦૦૦ રન કરનાર પ્રથમ ખેલાડી બનવાથી ૯૧૫ રન દૂર છે. 

IPL 2026 પહેલાં વિરાટ કોહલીએ કમળ સહિત ફુલ-સ્લીવ ટૅટૂ કરાવ્યું

IPL 2026 પહેલાં વિરાટ કોહલીએ કમળ સહિત ફુલ-સ્લીવ ટૅટૂ કરાવ્યું


મુંબઈના એલિયન્સ ટૅટૂ સ્ટુડિયોએ વિરાટ કોહલીના નવા ટૅટૂ બનાવવા દરમ્યાનનો વિડિયો શૅર કર્યો છે. તેના ડાબા હાથની કોણી પર કમળ જેવા ફૂલના નવા ટૅટૂ સહિત કેટલાંક જૂનાં, ચમક ગુમાવી બેઠેલાં અને અધૂરાં ટૅટૂને પણ ફરીથી ડિઝાઇન કરીને ફુલ-સ્લીવ ટૅટૂ બનાવવામાં આવ્યાં હતાં. 

કીર્તિમાન કિંગ કોહલીની નજર આ રેકૉર્ડ‍્સ પર હશે
 IPLના રન-મશીન કોહલીએ ૨૬૭ મૅચોમાં ૮૬૬૧ રન કર્યા છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ૯૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બનવાથી તે માત્ર ૩૩૯ રન દૂર છે. 
 છેલ્લાં ૧૮ વર્ષથી તે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે IPL અને હવે બંધ થયેલી ચૅમ્પિયન્સ લીગમાં ૨૮૨ મૅચોમાં ૯૦૮૫ રન કરી ચૂક્યો છે. તે એક IPL ટીમ માટે T20 લીગમાં ૧૦,૦૦૦ રન કરનાર પ્રથમ ખેલાડી બનવાથી ૯૧૫ રન દૂર છે. 
 T20 ક્રિકેટમાં તેના નામે ૪૧૪ મૅચોમાં ૧૩,૫૪૩ રન છે. વધુ ૪૫૭ રન કરીને તે ૧૪,૦૦૦ રન કરનાર ખેલાડીઓની ક્લબમાં સામેલ થનાર પાંચમો ખેલાડી બની શકશે. 



૪ IPL ટીમો સામે ૧૦૦૦ પ્લસ રનનો રેકૉર્ડ ધરાવે છે વિરાટ કોહલી. 
પંજાબ કિંગ્સ - ૩૬ ઇનિંગ્સમાં ૧૧૫૯ રન 
ચેન્નઈ સુપર કિંગ્સ - ૩૪ ઇનિંગ્સમાં ૧૧૪૬ રન 
દિલ્હી કૅપિટલ્સ - ૩૦ ઇનિંગ્સમાં ૧૧૩૦ રન 
કોલકાતા નાઇટ રાઇડર્સ - ૩૨ ઇનિંગ્સમાં ૧૦૨૧ રન 


3202
સૌથી વધુ આટલા રન 
એક IPL વેન્યુ ચિન્નાસ્વામી  સ્ટેડિયમમાં ફટકારવાનો 
રેકૉર્ડ ધરાવે છે વિરાટ કોહલી. 

5009
આટલા રન ઓપનર તરીકે IPLની ૧૨૮ ઇનિંગ્સમાં કર્યા છે વિરાટ કાહલીએ. શિખર ધવન (૬૩૬૨) અને ડેવિડ વૉર્નર (૫૯૧૦) બાદ ત્રીજા ક્રમે છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK