સતત ત્રણ હાર બાદ વિમલ વિક્ટર્સે આખરે જીતનું ખાતું ખોલ્યું હતું. જ્યારે કલ્પલબ્ધિ બુલ્સનો સતત બીજી મૅચમાં પરાજય થયો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના સાતમા દિવસે રોમાંચક જંગ જામ્યો હતો અને RSS વૉરિયર્સે તેમનો વિજયરથ જાળવી રાખતાં સતત ચોથી જીત મેળવી હતી. સતત ત્રણ હાર બાદ વિમલ વિક્ટર્સે આખરે જીતનું ખાતું ખોલ્યું હતું. જ્યારે કલ્પલબ્ધિ બુલ્સનો સતત બીજી મૅચમાં પરાજય થયો હતો. જ્યારે ગઈ સીઝનની ચૅમ્પિયન ટીમ રંગોલી વાઇકિંગ્સને હારની હૅટ-ટ્રિક જોવી પડી હતી.
મૅચ – ૧૩ : કલ્પલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૪ રન – પલક સાવલા ૬૧ બૉલમાં ૬૯, રુષભ કારિયા ૨૦ બૉલમાં ૩૦ અને ફેનિલ ગડા ૧૯ બૉલમાં ૧૪ રન. કલ્પ ગડા ૧૨ રનમાં ચાર, વિવેક ગાલા પચીસ રનમાં બે અને દીક્ષિત ગડા ૧૯ રન એક વિકેટ) સામે RSS વૉરિયર્સે (૧૪.૨ ઓવરમાં બે વિકેટે ૧૩૫ રન – રોનક ગાલા ૪૯ બૉલમાં ૭૭, ભાવિન ગડા ૧૮ બૉલમાં ૨૬ રન. રુષભ કારિયા ૮ રનમાં અને પલક સાવલા ૨૯ રનમાં એક-એક વિકેટ)નો ૮ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : RSS વૉરિયર્સનો કલ્પ ગડા (હૅટ-ટ્રિક સાથે ૧૨ રનમાં ચાર વિકેટ).
ADVERTISEMENT
મૅચ – ૧૪ : વિમલ વિક્ટર્સ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૦ રન – ચિરાગ નિશર ૪૪ બૉલમાં ૪૯, જેન વિસરિયા ૪૭ બૉલમાં ૩૪ અને મોનિક છેડા ૧૦ બૉલમાં ૧૧ રન. અમલ ગડા ૨૬ રનમાં બે અને કુનાલ નિશર ૨૪ રનમાં એક વિકેટ)નો રંગોલી વાઇકિંગ્સ (૧૫.૧ ઓવરમાં ૪૯ રનમાં ઑલઆઉટ – મયૂર ગાલા ૩૦ બૉલમાં ૧૮ અને રજત સત્રા ૧૪ બૉલમાં ૯ રન. પ્રિન્સ ગડા ૮ રનમાં ૩ તેમ જ ખનવ શાહ ૩ રનમાં, ભાવિન નિશર ૧૦ રનમાં અને સચિન ગડા ૧૫ રનમાં બે-બે વિકેટ) સામે ૭૧ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : વિમલ વિક્ટર્સનો પ્રિન્સ ગડા (ચાર ઓવરમાં ૮ રનમાં ૩ વિકેટ).
હવે મંગળવારે સવારે સ્કૉર્ચર્સ v/s RSS વૉરિયર્સ તથા બપોરે રંગોલી વાઇકિંગ્સ v/s એમ્પાયર વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે.

