૩ ઑક્ટોબર ૨૦૨૪થી બંગલાદેશમાં શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ૨૦ ઑક્ટોબરે રમાશે.
શ્રીલંકાની ટીમ
વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્વૉલિફાયરની ફાઇનલમાં સ્કૉટલૅન્ડ સામે ૬૮ રનથી જીત મેળવીને શ્રીલંકાની ટીમ ક્વૉલિફાયર-૧ ટીમ બની હતી. શ્રીલંકન ટીમે પ્રથમ બૅટિંગ કરીને પાંચ વિકેટના નુકસાન સાથે ૧૬૯ રન ફટકાર્યા હતા. એના જવાબમાં સ્કૉટલૅન્ડની ટીમ ૭ વિકેટ ગુમાવીને ૧૦૧ રન જ બનાવી શકી હતી. ૧૦૨ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને શ્રીલંકન કૅપ્ટન ચમરી અથાપથુ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. ક્વૉલિફાયર-૧ ટીમ શ્રીલંકાને ભારત અને ઑસ્ટ્રેલિયા સહિતની ટીમો સાથે ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે, જ્યારે રનર-અપ રહી ક્વૉલિફાયર-૨ ટીમ બનેલી સ્કૉટલૅન્ડને બંગલાદેશ અને ઇંગ્લૅન્ડ જેવી ટીમો સાથે ગ્રુપ Bમાં સ્થાન મળ્યું છે. ૩ ઑક્ટોબર ૨૦૨૪થી બંગલાદેશમાં શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ૨૦ ઑક્ટોબરે રમાશે. આ વર્લ્ડ કપ માટેની અંતિમ બે ટીમ મેળવવા માટે અમેરિકા, થાઇલૅન્ડ સહિતની ૧૦ ટીમો વચ્ચે અબુ ધાબીમાં વર્લ્ડ કપ ક્વૉલિફાયર ટુર્નામેન્ટ રમાઈ હતી.