ભારતનાં સ્ટાર ક્રિકેટરો યશસ્વી જાયસવાલ અને શફાલી વર્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નૅશનલ ઍન્ટી-ડોપિંગ એજન્સી (NADA)એ આ બન્ને ખેલાડીઓને નોટિસ ફટકારી છે.
યશસ્વી જાયસવાલ અને શફાલી વર્મા
ભારતનાં સ્ટાર ક્રિકેટરો યશસ્વી જાયસવાલ અને શફાલી વર્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નૅશનલ ઍન્ટી-ડોપિંગ એજન્સી (NADA)એ આ બન્ને ખેલાડીઓને નોટિસ ફટકારી છે.
અહેવાલ અનુસાર જાયસવાલની ડોપ-ટેસ્ટ ગયા વર્ષે ૧૭ ડિસેમ્બરે અને શફાલીની ૭ નવેમ્બરે નિર્ધારિત હતી. જોકે ડોપિંગ ઑફિસર નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા ત્યારે બન્ને ખેલાડીઓ ત્યાં હાજર નહોતાં. આ ઘટના બાદ NADAએ ફેબ્રુઆરીમાં બન્નેને આ અંગે સ્પષ્ટીકરણની નોટિસ મોકલી હતી, પરંતુ બન્ને તરફથી કોઈ જવાબ ન મળતાં એજન્સીએ તેમના નામે પ્રથમ ‘મિસ્ડ- ટેસ્ટ’ના ગુનાસર નોટિસ ફટકારી છે.
જે ખેલાડીઓ એજન્સીના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં સામેલ હોય તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવાની હોય છે કે તેઓ કયા સમયે અને કઈ જગ્યાએ ડોપ-ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. જો તેઓ ત્રણ વાર ટેસ્ટ મિસ કરે તો નિયમોનું ઉલ્લંઘન ગણીને કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.