૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશી ગઈકાલે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ સામે IPL સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. તે IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી કરનાર ભારતીય ખેલાડી બન્યો, ફક્ત ૩૫ બોલમાં તેણે સદી ફટકારી હતી.
પટણાથી, વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝા કહે છે, ‘જેમ મેં પહેલા કહ્યું હતું, તે T20 ભારતીય ટીમનો ભાગ બનશે, તેથી તેણે તે લક્ષ્ય તરફ પહેલું પગલું ભર્યું છે. તેણે જે આક્રમક શૈલી દર્શાવી અને જે આત્મવિશ્વાસ સાથે તે રમી રહ્યો હતો તે પ્રશંસનીય હતું અને કોચ તરીકે મારા માટે ખૂબ ગર્વની વાત હતી... તે સારા બોલનું સન્માન કરે છે અને ખરાબ બોલને સજા આપે છે. શરૂઆતથી જ તેની બેટિંગની આ વૃત્તિ રહી છે.’