ભારતમાં મેન્સ પ્રોફેશનલ ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઑફ ઇન્ડિયા (PGTI) સાથે ભાગીદારીમાં, `અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025` ના લૉન્ચ સાથે ભારતીય પ્રોફેશનલ ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. અદાણી ગ્રુપની આ પહેલનો હેતુ ગોલ્ફની સુલભતાને પ્રોત્સાહન અને વિસ્તૃત કરવાનો અને તેને મેન સ્ટ્રીમ સ્પોર્ટ્સ તરીકે તેનો દરજ્જો વધારવાનો છે, અને ભારતમાંથી આગામી પેઢીના વૈશ્વિક ચેમ્પિયનને પણ વિકસાવવાનો છે. આ ભાગીદારી અમદાવાદમાં બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે સંયુક્ત અદાણી-PGTI ગોલ્ફ તાલીમ એકેડેમીની સ્થાપના સુધી વિસ્તરી છે.