Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વૈભવ સૂર્યવંશીએ T20માં ફાસ્ટેસ્ટ ૧૦૦ સિક્સરનો રેકૉર્ડ તોડ્યો

વૈભવ સૂર્યવંશીએ T20માં ફાસ્ટેસ્ટ ૧૦૦ સિક્સરનો રેકૉર્ડ તોડ્યો

Published : 10 May, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૧૪ બૉલ સાથે કાયરન પોલાર્ડ અને ૨૯ ઇનિંગ્સ સાથે રહમતુલ્લાહ ગુરબાઝને પાછળ છોડ્યા ઃ આવી કમાલ કરનાર સૌથી યંગ ખેલાડી બન્યો...

વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)


જયપુરમાં ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ સામે બીજી ઇનિંગ્સના બીજા જ બૉલમાં ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ મોહમ્મદ સિરાજને સિક્સર ફટકારીને T20માં વધુ એક રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. વૈભવની આ સિક્સર T20માં ૧૦૦મી સિક્સર હતી. આ સાથે સૌથી ઓછા ૫૧૪ બૉલમાં કરેલા આ કારનામા સાથે વેસ્ટ ઇન્ડીઝના કાયરન પોલાર્ડ (૮૪૩ બૉલ)નો અને સૌથી ઓછી ૨૯ ઇનિંગ્સ સાથે અફઘાનિસ્તાનના રહમ્મતુલ્લાહ ગુરબાઝ (બાવન ઇનિંગ્સ)નો  રેકૉર્ડ તોડી નાખ્યો હતો. એ ઉપરાંત ૨૦ વર્ષની ઉંમર પહેલાં T20 ક્રિકેટમાં ૧૦૦ સિક્સર ફટકારનાર દુનિયાનો પ્રથમ ખેલાડી પણ બન્યો છે. 

કૅપ્ટન રિયાન પરાગ ફિટ ન હોવાથી યશસ્વી જાયસવાલે રાજસ્થાનની કમાન સંભાળી હતી અને તેણે ટૉસ જીતીને ગુજરાતને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતે ઓપનરો સાઈ સુદર્શન (૩૬ બૉલમાં ૫૫ રન) અને કૅપ્ટન શુભમન ‌ગિલ (૪૪ બૉલમાં ૮૪ રન)ની ૧૦.૫ ઓવરમાં ૧૧૮ રનની પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરી હતી. વૉશિંગ્ટન સુંદરના ૨૦ બૉલમાં ૩૭ રનની ઉપયોગી ઇનિંગ્સ સાથે ગુજરાતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા. અમદાવાદની બહાર ગુજરાતનો આ હાઇએસ્ટ સ્કોર હતો.

આર્ચરની ૧૧ બૉલની ઓવર સાથે નામોશી
રાજસ્થાનના પેસબોલર જોફ્રા આર્ચર માટે આ સીઝન શાનદાર રહી છે પણ ગઈ કાલે આ નામોશી તેના નામે થઈ છે. IPLમાં સૌથી લાંબી ૧૧ બૉલની ઓવર ફેંકનારા બોલરોના લિસ્ટમાં તે સામેલ થઈ ગયો છે. આ પહેલાં આવું મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે, શાર્દૂલ ઠાકુર, સંદીપ શર્મા, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ કરી ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK