Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મેસી સાતમા આસમાને

01 December, 2021 06:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફુટબોલર સાતમી વાર બૅલન ડી’ઓર અવૉર્ડ જીત્યો

લિયોનેલ મેસીએ સોમવારે પૅરિસના એક થિયેટરમાં આયોજિત સમારોહમાં પત્ની ઍન્ટોનેલા તેમ જ પુત્રો સાઇરો, મૅટિયો અને ટિઍગો સાથે હાજરી આપી હતી (ઉપર). મેસીને ૨૦૦૯થી ૨૦૨૧ સુધીમાં કુલ સાત ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ મળ્યા છે (એકદમ ઉપર).  એ.એફ.પી.

લિયોનેલ મેસીએ સોમવારે પૅરિસના એક થિયેટરમાં આયોજિત સમારોહમાં પત્ની ઍન્ટોનેલા તેમ જ પુત્રો સાઇરો, મૅટિયો અને ટિઍગો સાથે હાજરી આપી હતી (ઉપર). મેસીને ૨૦૦૯થી ૨૦૨૧ સુધીમાં કુલ સાત ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ મળ્યા છે (એકદમ ઉપર).  એ.એફ.પી.


આર્જેન્ટિનાનો ફુટબૉલ ખેલાડી લિયોનેલ મેસી સાતમી વખત બૅલન ડી’ઓર (ગોલ્ડન બૉલ) અવૉર્ડ જીત્યો છે. બાર્સેલોના વતી તેની સીઝન ખૂબ સારી રહી અને આર્જેન્ટિનાને કોપા અમેરિકાના રૂપમાં એક મોટી ટ્રોફી અપાવવામાં પણ તે સફળ રહ્યો. એ સાથે તે ૨૦૨૧નું વર્ષ ખૂબ સફળતાથી પૂરું કરી રહ્યો છે. ૩૪ વર્ષનો મેસી સૌથી વધુ ૬૧૩ પૉઇન્ટ સાથે આ પુરસ્કાર જીત્યો છે. તેણે પોલૅન્ડના ફુટબોલર રૉબર્ટ લેવાન્ડોવ્સ્કી (૫૮૦)ને પાછળ રાખી દીધો હતો. લેવાન્ડોવ્સ્કી આ સીઝનમાં બન્ડસલીગા વતી સતત ૧૯ મૅચ અને કુલ ૨૦ મૅચ રમીને કુલ ૪૧ ગોલ કર્યા તેમ જ બાયર્ન ટીમ વતી ૨૦ મૅચ રમીને પચીસ ગોલ કર્યા છે. પોલૅન્ડ વતી તેણે કુલ ૧૨ મૅચમાં ૧૧ ગોલ કર્યા છે.
ફ્રાન્સ ફુટબૉલ મૅગેઝિન દ્વારા દર વર્ષે આપવામાં આવતો આ પુરસ્કાર ૨૦૨૦માં કોરોના વાઇરસની મહામારી ફેલાવાને કારણે નહોતો અપાયો. ૧૯૫૬માં પ્રથમ અવૉર્ડ સ્ટૅન્લી મૅથ્યુઝ જીત્યો હતો. આ વખતે મહિલાઓનો બૅલન ડી’ઓર અવૉર્ડ બાર્સેલોના અને સ્પેનની ઍલેક્સિયા પ્યુટેયાસે જીતી લીધો છે.

કોણ કેટલી વાર બૅલન ડી’ઓર અવૉર્ડ જીત્યું?



૧. લિયોનેલ મેસી (આર્જેન્ટિના): સાત વાર (૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૫, ૨૦૧૯, ૨૦૨૧)
૨. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ): પાંચ વાર (૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૧૭)
૩. માઇકલ પ્લેટિની (ફ્રાન્સ): ત્રણ વાર (૧૯૮૩, ૧૯૮૪, ૧૯૮૫)
૪. યોહાન ક્રોઇફ (નેધરલૅન્ડ્સ) : ત્રણ વાર (૧૯૭૧, ૧૯૭૩, ૧૯૭૪)
૫. માર્કો વૅન બૅસ્ટન (નેધરલૅન્ડ્સ) : ત્રણ વાર (૧૯૮૮, ૧૯૮૯, ૧૯૯૨)


મૅગેઝિનના તંત્રીના દાવા બાદ રોનાલ્ડોએ કહ્યું, ‘તમે જુઠ્ઠા છો’

પોર્ટુગલના સુપરસ્ટાર ફુટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની એકમાત્ર મહેચ્છા લિયોનેલ મેસી કરતાં વધુ બૅલન ડી’ઓર અવૉર્ડ સાથે નિવૃત્તિ લેવાનો છે એવો જે દાવો આ અવૉર્ડ આપનાર ફ્રાન્સ ફુટબૉલ મૅગેઝિનના તંત્રી પાસ્કલ ફેરે કર્યો એ બદલ રોનાલ્ડો ક્રોધિત થયો છે અને તેણે આ તંત્રી માટે કહ્યું છે કે ‘તેઓ સાવ જુઠ્ઠા છે. મારી આવી કોઈ મહેચ્છા નથી. હું માત્ર મારા માટે, મારા ચાહકો માટે અને હું જે ક્લબ વતી રમતો હોઉં એને માટે આ પુરસ્કાર જીતતો હોઉં છું. મારી સૌથી મોટી મહેચ્છા મારા દેશ માટે તેમ જ મારી ક્લબ માટે ટાઇટલ જીતવાની છે.’
મેસી સાતમી વાર ‘ગોલ્ડન બૉલ’ તરીકે ઓળખાતો આ પુરસ્કાર જીત્યો છે, જ્યારે રોનાલ્ડો પાંચ વખત જીત્યો છે.


લિયોનેલ મેસીએ સોમવારે પૅરિસના એક થિયેટરમાં આયોજિત સમારોહમાં પત્ની ઍન્ટોનેલા તેમ જ પુત્રો સાઇરો, મૅટિયો અને ટિઍગો સાથે હાજરી આપી હતી (ઉપર). મેસીને ૨૦૦૯થી ૨૦૨૧ સુધીમાં કુલ સાત ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ મળ્યા છે (એકદમ ઉપર).  એ.એફ.પી.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 06:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK