Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ગાંજાની ગંધને કારણે આર્યના સબાલેન્કાએ યુએસ ઓપનની મૅચ અટકાવી

ગાંજાની ગંધને કારણે આર્યના સબાલેન્કાએ યુએસ ઓપનની મૅચ અટકાવી

Published : 06 September, 2026 11:03 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

US ઓપનના ત્રીજા રાઉન્ડમાં આર્યના સબાલેન્કાએ ગાંજાની તીવ્ર ગંધની ફરિયાદ કરીને મૅચ અટકાવી હતી. જોકે, તપાસ બાદ કોઈને નશો કરતું મળ્યું નહોતું.

આર્યના સબાલેન્કા

આર્યના સબાલેન્કા


વિશ્વની નંબર વન ખેલાડી આર્યના સબાલેન્કા સાથે યુએસ ઓપન સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં વિચિત્ર ઘટના બની હતી. રશિયાની કમિલા રાખિમોવા સામેની મૅચ દરમ્યાન ગાંજાની ગંધ આવતાં આર્યના સબાલેન્કાએ મૅચ અટકાવી હતી. 
આર્યના સબાલેન્કાએ રેફરીને ફરિયાદ કરી હતી કે ‘કોઈ ગાંજો પી રહ્યું છે.’ કારણ કે ગંધ ખૂબ જ તીવ્ર છે.’ 
ટુર્નામેન્ટ સ્ટાફે સ્ટૅન્ડની તપાસ કરી, પરંતુ કોઈ નશો કરતું ન મળ્યું. રશિયાની હરીફ સામે ૬-૩, ૬-૪થી જીત નોંધાવીને બેલારુસની આર્યના સબાલેન્કાએ ચોથા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.
૨૦૧૪થી જ યુએસ ઓપનના વેન્યુ પર ઘણા ખેલાડીઓ ગાંજાની ગંધની ફરિયાદ કરી ચૂક્યા છે. વેન્યુની બાઉન્ડરી પાસે આવેલા કોરોના પાર્કમાંથી લોકો દ્વારા ગાંજાના સેવનને કારણે આવી ગંધ આવતી હોવાના અહેવાલ છે. કોર્ટ-નંબર ૧૭ પર ગાંજાની ગંધની અસર વધુ જોવા મળે છે, એ કોરોના પાર્કની બાઉન્ડરીની નજીક છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 11:03 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK