ફુટબૉલ કરીઅરમાં સૌથી વધુ ૯૨૧ ગોલ કરનાર પોર્ટુગલનો રોનાલ્ડો સૌથી પહેલાં ૧૦૦૦ ગોલ કરવાના માઇલસ્ટોનની નજીક છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
સાઉદી પ્રો લીગમાં હાલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલની મદદથી અલ-નાસરે અલ-રઈદ સામે ૨-૧થી જીત મેળવી હતી. આ સાથે રોનાલ્ડો હવે ક્લબ ફુટબૉલના ઇતિહાસમાં ૭૦૦ જીત નોંધાવનાર પ્રથમ અને એકમાત્ર ફુટબૉલર બની ગયો છે. ૩૯ વર્ષના રોનાલ્ડોએ સ્પોર્ટિંગ ક્લબ સાથે ૧૩ જીત, રિયલ મૅડ્રિડ સાથે ૩૧૬ જીત, મૅન્ચેસ્ટર યુનાઇટેડ સાથે ૨૧૪ જીત, જુવેન્ટ્સ ક્લબ સાથે ૯૧ અને અલ-નાસર સાથે ૬૬ જીત મેળવી છે. ફુટબૉલ કરીઅરમાં સૌથી વધુ ૯૨૧ ગોલ કરનાર પોર્ટુગલનો રોનાલ્ડો સૌથી પહેલાં ૧૦૦૦ ગોલ કરવાના માઇલસ્ટોનની નજીક છે.