આ વર્ષની સતત ત્રીજી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં તેને મળી હાર
ડેનિલ મેડવેડેવ
રશિયન ટેનિસ-સ્ટાર ડેનિલ મેડવેડેવે ફરી એક વાર ટેનિસ કોર્ટમાં જાહેરમાં રૅકેટ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો. ગઈ કાલે તેણે યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં ફ્રેન્ચ ટેનિસ પ્લેયર બેન્જામિન બોન્ઝી સામે ૬-૩, ૭-૫, ૬-૭, ૦-૬, ૬-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ વર્ષે તે સતત ત્રીજી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ બહાર થયો હોવાથી તેણે મૅચ બાદ ટેનિસ કોર્ટમાં ૨૩ વખત પોતાના રૅકેટને અફાળીને એના ભુક્કા બોલાવી નાખ્યા હતા. એ ઉપરાંત તેણે ૬ રૅકેટ ગુસ્સામાં દર્શકોના સ્ટૅન્ડમાં ફેંક્યાં હતાં. ૨૯ વર્ષનો આ પ્લેયર કરીઅરમાં ૨૦ ટાઇટલ જીત્યો છે, પણ ૨૦૨૩થી તે કોઈ ટ્રોફી જીતી શક્યો નથી. ફેબ્રુઆરી ૨૦૨૨માં નંબર વન બનેલો આ ટેનિસ સ્ટાર હાલમાં વર્લ્ડ રૅન્કમાં નંબર ૧૩ પર છે, પણ આ મૅચ બાદ તેનું ટૉપ 20માંથી બહાર થવાનું નક્કી છે.

