અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં વાઇટ હાઉસમાં આર્જેન્ટિનાના ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસી અને ટીમ ઇન્ટર માયામીનું સ્વાગત કર્યું હતું. તેમને અહીં ૨૦૨૫માં મેજર લીગ સૉકર કપના ચૅમ્પિયન બનવા બદલ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વાઇટ હાઉસમાં પહેલી વખત પહોંચેલા ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસીની પ્રશંસા કરી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં વાઇટ હાઉસમાં આર્જેન્ટિનાના ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસી અને ટીમ ઇન્ટર માયામીનું સ્વાગત કર્યું હતું. તેમને અહીં ૨૦૨૫માં મેજર લીગ સૉકર કપના ચૅમ્પિયન બનવા બદલ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઇન્ટર માયામી ટીમે ટ્રમ્પને ૪૭મા રાષ્ટ્રપતિ તરીકે ૪૭ નંબરવાળી જર્સી, ઇન્ટર માયામીના પ્લેયર્સના સિગ્નેચરવાળો ગુલાબી રંગનો ફુટબૉલ અને ઘડિયાળ ભેટમાં આપ્યાં હતાં
ડોનલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે ‘એવું કહેવું મારા માટે ખાસ સન્માનની વાત છે કે કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિને ક્યારેય એવું કહેવાની તક મળી નથી - વાઇટ હાઉસમાં તારું સ્વાગત છે લીઅનલ મેસી. મેસી ફિફા વર્લ્ડ કપનો મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર છે. તું વિશ્વમાં ગમે ત્યાં જઈ શક્યો હોત, તું વિશ્વની કોઈ પણ ટીમ પસંદ કરી શક્યો હોત; પરંતુ તેં પોતાની અમેરિકાની માયામી ક્લબને પસંદ કરી. અહીંનું હવામાન સારું છે.’
અમેરિકા, મેક્સિકો અને કૅનેડામાં આયોજિત ૨૦૨૬ના ફુટબૉલ વર્લ્ડ કપમાં લીઅનલ મેસી ટાઇટલ ડિફેન્ડ કરવા ઊતરશે.
