ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશનના પ્રમુખ જિયાન્ની ઇન્ફન્ટિનો ગઈ કાલે વર્લ્ડ કપની આઇકૉનિક ટ્રોફી સાથે અમેરિકન પ્રેસિડન્ટની ધ ઓવલ ઑફિસમાં પહોંચ્યા હતા.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળી ફુટબૉલ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચની પહેલી ટિકિટ
અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં રમાનારા ફુટબૉલ વર્લ્ડ કપ 2026 માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશનના પ્રમુખ જિયાન્ની ઇન્ફન્ટિનો ગઈ કાલે વર્લ્ડ કપની આઇકૉનિક ટ્રોફી સાથે અમેરિકન પ્રેસિડન્ટની ધ ઓવલ ઑફિસમાં પહોંચ્યા હતા. મેક્સિકોમાં વર્ષ ૨૦૨૬ની ૧૧ જૂને શરૂ થતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ અમેરિકાના ન્યુ યૉર્કના ન્યુ જર્સીમાં ૧૯ જુલાઈએ રમાશે. એ ફાઇનલ મૅચની પહેલી ટિકિટ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ગિફ્ટ કરવામાં આવી છે.

