Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્પેન સતત ૩૬મી મૅચમાં અપરાજિત રહીને ફુટબૉલ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પહોંચ્યું

સ્પેન સતત ૩૬મી મૅચમાં અપરાજિત રહીને ફુટબૉલ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પહોંચ્યું

Published : 12 July, 2026 02:55 PM | IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્વૉર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે ૨-૧થી જીત મેળવી, સેમી-ફાઇનલમાં ફ્રાન્સ સામે ટક્કર થશે

આ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં સ્પેનના ૧૮ વર્ષના યંગ ફુટબૉલર લામિન યમાલનો ત્રણ વર્ષનો ભાઈ કીન છવાઈ ગયો હતો

આ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં સ્પેનના ૧૮ વર્ષના યંગ ફુટબૉલર લામિન યમાલનો ત્રણ વર્ષનો ભાઈ કીન છવાઈ ગયો હતો


લૉસ ઍન્જલસ સ્ટેડિયમમાં ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે સ્પેનની ટીમે ૨-૧થી જીત મેળવી હતી. સ્પેન ૨૦૧૦ પછી પહેલી વાર અને એકંદરે બીજી વખત ફુટબૉલ વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં પહોંચ્યું હતું. ૧૫ જુલાઈએ પહેલી સેમી-ફાઇનલમાં ફ્રાન્સ સામે સ્પેનની ટક્કર થશે.

સ્પેનની ટીમે સતત ૩૬મી ઇન્ટરનૅશનલ મૅચમાં ન હારવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. આ ૩૬ મૅચમાં સ્પેનને ૨૭ જીત મળી છે અને ૯ મૅચ ડ્રૉ રહી છે. તેઓએ હવે આર્જેન્ટિનાના સતત ૩૬ મૅચોમાં ન હારવાના રેકૉર્ડની બરાબરી કરી છે. આ બન્નેની આગળ માત્ર ઇટલી છે. તેઓ ૨૦૧૮થી ૨૦૨૧ વચ્ચે ૩૭ મૅચોમાં અપરાજિત રહ્યા હતા.



વર્લ્ડ કપ મૅચ વચ્ચે લામિન યમાલનો નાનો ભાઈ છવાઈ ગયો
આ ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં સ્પેનના ૧૮ વર્ષના યંગ ફુટબૉલર લામિન યમાલનો ત્રણ વર્ષનો ભાઈ કીન છવાઈ ગયો હતો. સ્પેનના દરેક ગોલ પર તે જીભ કાઢીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સ્ટેડિયમની બિગ સ્ક્રીન પર તેનો ડાન્સ જોઈને લામિન યમાલ પણ મેદાન પર હસી પડ્યો હતો. સોશ્યલ મીડિયા પર કીનને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 02:55 PM IST | Spain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK