Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુરો કપમાં આજે ફેવરિટ ફ્રેન્ચ અને જર્મનીની ટક્કર

યુરો કપમાં આજે ફેવરિટ ફ્રેન્ચ અને જર્મનીની ટક્કર

15 June, 2021 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુરો કપમાં આજે બે દિગ્ગજ ટીમ વચ્ચે ટક્કર જામવાની છે. આજે રાતે મધરાતે ૧૨.૩૦ વાગ્યે ફેવરિટ ફ્રાન્ચ અને વર્લ્ડ ચૅમ્પિયન જર્મની વચ્ચે જોરદાર જંગ જામવાનો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યુરો કપમાં આજે બે દિગ્ગજ ટીમ વચ્ચે ટક્કર જામવાની છે. આજે રાતે મધરાતે ૧૨.૩૦ વાગ્યે ફેવરિટ ફ્રાન્ચ અને વર્લ્ડ ચૅમ્પિયન જર્મની વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. મોટા ભાગે આ બન્ને ટીમો નૉકઆઉટમાં જ ટકરાતી જોવા મળતી હોય છે, પણ આજે તેઓ યુરો કપ કે વર્લ્ડ કપમાં પહેલી વાર ગ્રુપ સ્ટેજમાં ટકરાઈ રહી છે. બન્ને વચ્ચે કોઈ મોટી ટુર્નામેન્ટમાં ટક્કર ૨૦૧૬ના યુરો કપની સેમી ફાઇનલમાં થઈ હતી, જેમાં ફ્રાન્સે જર્મનીને ૨-૦થી પરાસ્ત કરી હતી.

ચેક રિપબ્લિકની ૨-૦થી જીત
ગઈ કાલે સાંજે રમાયેલા જંગમાં ચેક રિપબ્લિકે સ્કૉટલૅન્ડ સામે ૨-૦થી શાનદાર જીત મેળવી હતી. આ બન્ને ગોલ ૪૨મી અને બાવનમી મિનિટે ચેકના પૅટ્રિક સ્ચિકે કર્યા હતા. આ જીત સાથે ચેક રિપબ્લિકન ગ્રુપ-ડીમાં પહેલા નંબરે પહોંચી ગયું છે. 



નેધરલૅન્ડ્સે યુક્રેનને ૩-૨થી હરાવ્યું
રવિવારે મધરાતે રમાયેલી મૅચમાં નેધરલૅન્ડ્સે યુક્રેનને ૩-૨થી હરાવીને યુરો કપની ૨૦૨૦ની સૉલિડ શરૂઆત કરી હતી. નેધરલૅન્ડ્સનો ડેન્ઝલ ડુમફ્રીસે પહેલા હાફમાં એક આસાન મોકો ગુમાવી દીધો હતો જોકે બીજા હાફમાં બે ગોલ સેટ કરી આપ્યા હતા, પણ ત્યાર બાદ ત્રીજો ગોલ કરીને એનું સાટું વાળી આપ્યું હતું. 


આજનું શેડ્યુલ
રાતે ૯.૩૦ : હંગેરી v/s પોર્ટુગલ
મઘરાત્રે ૧૨.૩૦ : ફ્રાન્સ v/s જર્મની


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK