તેણે ૨૦૧૮માં આ જેટ આશરે ૧૩૬ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું
મેસીનું પ્રાઇવેટ જેટ
ગ્લોબલ ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસી તેના ગલ્ફસ્ટ્રીમ V પ્રાઇવેટ જેટમાં ભારત આવ્યો છે અને એનાથી જ ભારતીય શહેરોની ટૂર કરી હતી. તેણે ૨૦૧૮માં આ જેટ આશરે ૧૩૬ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ જેટ પર મેસીનો જર્સી-નંબર ૧૦ પણ જોવા મળે છે. પ્રાઇવેટ જેટમાંથી ઊતરવાની સીડી પર મેસી, તેની પત્ની અને ત્રણ બાળકોનાં નામ પણ લખેલાં છે.

ADVERTISEMENT
આ પ્રતિષ્ઠિત જેટ ૬૫૦૦ નૉટિકલ માઇલની રેન્જ ધરાવે છે અને આશરે ૩૦૦૦ કિલો મહત્તમ વજન સાથે ઊડી શકે છે. એ લગભગ ૮૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. આ જેટમાં એક કિચન અને બે બાથરૂમ પણ છે. જેટમાં ૧૬ સીટ છે જેને ૮ બેડમાં ફેરવી શકાય છે. આ જેટ લંડનથી સિંગાપોર સુધી નૉન-સ્ટૉપ ઊડી શકે છે.


