૧૯૯૨થી રમાતા વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારત છેલ્લી બે સીઝનમાં ચૅમ્પિયન રહ્યું છે. સાઉથ કોરિયા ચાર વખત અને ચીન ત્રણ વખત વિમેન્સ ટાઇટલ જીત્યું છે.
જુનિયર હૉકી એશિયા કપ 2026ની શરૂઆત
ગઈ કાલે ચીનના મોકીમાં જુનિયર હૉકી એશિયા કપ 2026ની શરૂઆત થઈ છે. આજથી ભારતીય મેન્સ અને વિમેન્સ ટીમો પોતપોતાના ખિતાબ બચાવવાના અભિયાનની શરૂઆત કરશે. ૧૩ સપ્ટેમ્બર સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં ભારતીય મેન્સ ટીમ પાસે સતત ચોથું અને વિમેન્સ ટીમ પાસે સતત ત્રીજું ટાઇટલ જીતવાની તક છે.
૧૯૮૮થી રમાતા મેન્સ જુનિયર એશિયા કપમાં ભારતીય ટીમ સૌથી વધુ પાંચ વખત ટાઇટલ જીતી છે. છેલ્લા ત્રણ એશિયા કપમાં પણ ભારત વિજેતા રહ્યું હતું. ૧૯૯૨થી રમાતા વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારત છેલ્લી બે સીઝનમાં ચૅમ્પિયન રહ્યું છે. સાઉથ કોરિયા ચાર વખત અને ચીન ત્રણ વખત વિમેન્સ ટાઇટલ જીત્યું છે.
ભારતની વિમેન્સ ટીમ આજે પાંચ સપ્ટેમ્બરે સાઉથ કોરિયા, ૬ સપ્ટેમ્બરે મલેશિયા, ૮ સપ્ટેમ્બરે જપાન અને નવ સપ્ટેમ્બરે યજમાન ચીન સામે ટકરાશે. ભારતીય મેન્સ ટીમ આજે ઇન્ડોનેશિયા, ૬ સપ્ટેમ્બરે જપાન, ૮ સપ્ટેમ્બરે સાઉથ કોરિયા અને નવ સપ્ટેમ્બરે ચાઇનીઝ તાઇપેઇ સામે રમશે.
