Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારત માટે સૌથી વધુ ૪૧૩ હૉકી મૅચ રમનાર ખેલાડી બન્યો મનપ્રીત સિંહ

ભારત માટે સૌથી વધુ ૪૧૩ હૉકી મૅચ રમનાર ખેલાડી બન્યો મનપ્રીત સિંહ

Published : 19 June, 2026 09:34 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉકી ઇન્ડિયાએ કરી ૧૦ લાખ રૂપિયા પુરસ્કાર રૂપે આપવાની જાહેરાત

હૉકી ઇન્ડિયાએ ૪૧૩ નંબરની સ્પેશ્યલ જર્સી આપીને મનપ્રીત સિંહને સન્માનિત કર્યો

હૉકી ઇન્ડિયાએ ૪૧૩ નંબરની સ્પેશ્યલ જર્સી આપીને મનપ્રીત સિંહને સન્માનિત કર્યો


ભારતીય હૉકી ટીમના ૩૩ વર્ષના મિડફીલ્ડર મનપ્રીત સિંહે ભારત માટે સૌથી વધુ ઇન્ટરનૅશનલ હૉકી મૅચ રમવાનો રેકૉર્ડ કર્યો છે. પંજાબના મનપ્રીત સિંહે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન એવા ઓડિશાના દિલીપ તિર્કીનો ૪૧૨ મૅચ રમવાનો રેકૉર્ડ તોડ્યો હતો.

વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનૅશનલ હૉકી મૅચ રમનાર ખેલાડીઓમાં મનપ્રીત સિંહ પાંચમા ક્રમે પહોંચ્યો છે. ૪૦૦ કે તેથી વધુ મૅચ રમનાર ખેલાડીઓમાં તે એકમાત્ર ઍક્ટિવ પ્લેયર છે. હૉકી ઇન્ડિયાએ આ સિદ્ધિ બદલ તેને ૧૦ લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.



ભારતીય મેન્સ ટીમ હાલમાં નેધરલૅન્ડ્સ અને ઇંગ્લૅન્ડમાં પ્રો લીગ રમી રહી છે. પહેલી મૅચમાં ભારત સામે નેધરલૅન્ડ્સે ૩-૨થી જીત નોંધાવી હતી. બુધવારે મોડી રાતે જર્મની સામે શરૂ થયેલી મૅચમાં ભારતે ૩-૧થી બાજી મારી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 09:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK