Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મૅરી કૉમની ટીમે અન્ય મહિલા ખેલાડીઓ વિશે કરેલી કમેન્ટ બદલ જાહેરમાં માફી માગી

મૅરી કૉમની ટીમે અન્ય મહિલા ખેલાડીઓ વિશે કરેલી કમેન્ટ બદલ જાહેરમાં માફી માગી

Published : 14 September, 2026 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છ વખતની વર્લ્ડ ચૅમ્પિયન મૅરી કૉમે બિગ બૉસમાં એન્ટ્રી બાદ કહ્યું કે તેણે જે હાંસલ કર્યું છે એ બીજી કોઈ મહિલા ઍથ્લીટે મેળવ્યું નથી. વિવાદ વધતાં તેની ટીમે માફી માગી અને દરેક ખેલાડીની સિદ્ધિને મહત્ત્વપૂર્ણ ગણાવી.

મૅરી કૉમ

મૅરી કૉમ


છ વખતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા બૉક્સર મૅરી કૉમે હાલમાં બિગ બૉસ ટીવી-શોમાં એન્ટ્રી કરી છે. ૪૩ વર્ષની મૅરી કૉમે આ શોમાં એક વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે ‘મેં જે હાંસલ કર્યું છે એ બીજી કોઈ મહિલા ઍથ્લીટે મેળવ્યું નથી.’ 
વિવાદ વધતાં મૅરી કૉમની ટીમે નિવેદન જાહેર કર્યું કે ‘જો મૅરીના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોય તો અમે માફી માગીએ છીએ. કોઈ પણ ખેલાડીને નીચું બતાવવાનો કે તેની જર્નીની તુલના કરવાનો કોઈ ઇરાદો નહોતો. દરેક સિદ્ધિ મહત્ત્વ ધરાવે છે. દરેક મેડલ ભારત માટે સન્માન લાવે છે.’
મૅરી કૉમ પોતાની શાનદાર બૉક્સિગ કરીઅરમાં ૧૩ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રૉન્ઝ મેડલ જીતી છે. થોડા સમય પહેલાં મૅરી કૉમ પોતાના પતિ માટે આપેલા વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK