° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

26 January, 2022 11:36 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીરજ ચોપડાનું આજે પરમ વિશિષ્ટ સેવા મેડલ આપીને કરાશે બહુમાન; હંગેરીના ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટનું કોરોનામાં મૃત્યુ અને વધુ સમાચાર

નોવાક જૉકોવિચ

નોવાક જૉકોવિચ

હૉકીની સેમી ફાઇનલમાં ભારતીય મહિલા આજે ટકરાશે કોરિયા સામે

એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે આજે જપાન સામેની હારને ભૂલીને સેમી ફાઇનલમાં કોરિયા સામે શાનદાર કમબૅક કરવું પડશે. હાલના ચૅમ્પિયન ભારતે પહેલી મૅચમાં મેલશિયા સામે ૯-૦થી શાનદાર જીત સાથે શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ બીજી મૅચમાં જપાન સામે ૦-૨થી આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ત્યાર બાદ છેલ્લી લીગમાં ફરી પરચો બતાવતાં સિંગાપોર સામે ૯-૧થી જીત મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ રૅન્કિંગ્સમાં ભારતીય મહિલા ટીમ નવમો ક્રમાંક ધરાવે છે, જ્યારે કોરિયન ટીમ ૧૧મા ક્રમાંકે છે. બીજી સેમી ફાઇનલમાં જપાન અને ચીન વચ્ચે ટક્કર જામશે.

 

જૉકોવિચ કદાચ ફ્રેન્ચ ઓપનમાં રમી શકશે

કોરોના વૅક્સિન વિશેની સ્પષ્ટતા ન કરવાને લીધે નિયમો પ્રમાણે ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને પાછો ઘરે મોકલી આપ્યો હતો. આ જ કારણસર તેનું ફ્રેન્ચ ઓપનમાં રમવાનું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું, પણ ફ્રેન્ચ સરકારે તાજેતરમાં લાગુ કરેલા કોરોનાને લગતા પ્રોટોકોલને લીધે કદાચ જૉકોવિચના ફ્રેન્ચ ઓપનના દરવાજા ખૂલી શકશે. નયા નિયમ પ્રમાણે જો કોઈ કોરોનાગ્રસ્ત થયું હોય તો ત્યાર બાદના ૬ મહિના સુધી તેને વૅક્સિન-પાસ બતાવવાની જરૂર નથી રહેતી. જૉકોવિચે તાજેતરમાં જાહેર કર્યું હતું કે ડિસેમ્બરમાં મારો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આમ મે-જૂનમાં રમાનારી ફ્રેન્ચ ઓપનમાં તે વૅક્સિન-પાસ વગર પણ રમી શકે છે. 

 

નીરજ ચોપડાનું આજે પરમ વિશિષ્ટ સેવા મેડલ આપીને કરાશે બહુમાન

ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર નીરજ ચોપડાને આજે એક મોટું બહુમાન મળવાનું છે. આજે પજાસત્તાક દિવસના અવસરે ચાર રાજપૂતાના રાઇફલ દ્વારા નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત આજે દિલ્હીમાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં હરિયાણા નીરજનું લાઇફ સાઇઝ રેપ્લિકા શોકેસ કરશે. 

 

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર આફતાબ બલોચનું અવસાન

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર આફતાબ બલોચનું ગઈ કાલે ૬૮ વર્ષની વયે અવસાન થયું હતું. બલોચને ખાસ કરીને એક ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૪૨૮ રનની ઇનિંગ્સ બદલ યાદ કરવામાં આવે છે. ૧૯૭૩-’૭૪માં કરાચીમાં સિંધ ટીમ વતી રમતા બલૂચિસ્તાન સામે તેઓ ૪૨૮ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા હતા. તેમની આ ઇંનિગ્સના જોરે તેમની ટીમે ૭ વિકેટે ૯૫૧ રન બનાવની દાવ ડિક્લેર કર્યો હતો. એ ઇનિંગ્સ દરમ્યાન તેમણે મિયાંદાદ સાથે પાંચમી વિકેટે માટે ૧૭૪ રનની પાર્ટનરશિપ કરી હતી. જોકે તેમને પાકિસ્તાન ટીમ વતી રમવાનો વધુ મોકો નહોતો મળી શક્યો. તેઓ ફક્ત બે જ ટેસ્ટ મૅચ રમ્યા હતા. ૧૯૬૯માં ૧૬ વર્ષની ઉંમરે ન્યુ ઝીલૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ૨૫ રન બનાવ્યા હતા અને ૬ વર્ષ બાદ બીજી અને છેલ્લી ટેસ્ટમાં ૧૨ અને અણનમ ૬૦ રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેમને ફરી ક્યારેય પાકિસ્તાનની ટીમમાં રમવાનો મોકો નહોતો મળ્યો. આફતાબે ૧૭૨ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૨૦ સેન્ચુરી અને ૪૫ હાફ-સેન્ચુરીની મદદથી ૯૧૭૧ રન બનાવ્યા હતા અને ૨૨૩ વિકેટ લીધી હતી. 

 

પ્રો કબડ્ડી લીગને પણ નડ્યો કોરોનાઃ શેડ્યુલમાં ફેરફાર

આજકાલ દરેક ઇવેન્ટમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. હાલમાં ચાલી રહેલી પ્રો કબડ્ડી લીગમાં પણ કોરોનાને લીધે શેડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો છે. લીગની આ સીઝનનો પહેલો હાફ તો કોઈ પણ વિઘ્ન વગર પાર પડી ગયો હતો, પણ બીજા હાફમાં બે ટીમ એના અમુક ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થતાં મૅચ માટે જરૂરી ૧૨ ખેલાડીઓ મેદાનમાં નહોતી ઉતારી શકી અને એ મુકાબલા રદ કરવા પડ્યા હતા. એને લીધે ગઈ કાલના અને શુક્રવારના શેડ્યુલમાં બદલાવ કરવામાં આવ્યો હતો. શનિ-રવિવારે બે-બે મૅચો રમાશે. 

 

હંગેરીના ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટનું કોરોનામાં મૃત્યુ

૨૦૦૦ના ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હંગેરીના જિમ્નૅસ્ટ ઝિલ્વેસ્ટર સોલોનીનું સોમવારે કોરોનાને લીધે મૃત્યું થયું હતું. 
તે ૫૧ વર્ષનો હતો અને ડિસેમ્બરમાં તેને કોરોના થતાં હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. સોલોની ૧૯૯૬ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, પણ ત્યાર બાદ ૨૦૦૦માં કમાલના પર્ફોર્મન્સ સાથે ગોલ્ડ જીત્યો હતો. 

26 January, 2022 11:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

રેફરીને લાફો મારવા બદલ કુસ્તીબાજ આજીવન સસ્પેન્ડ

સતેન્દર મુકાબલામાં ૩-૦થી આગળ હતો અને ૧૮ સેકન્ડ બાકી હતી. મોહિતે સતેન્દર સામે બે પૉઇન્ટનો દાવો કર્યો, પરંતુ રેફરી વીરેન્દર મલિકે મોહિતને એક જ પૉઇન્ટ આપ્યો હતો. 

18 May, 2022 01:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

બૅડ્‍મિન્ટનના ચૅમ્પિયન ભારતીયો મેડલ ગળામાં જ રાખીને સૂઈ ગયા!

તેમણે બ્રૉન્ઝ મેડલની અપેક્ષા રાખી હતી, પણ સુવર્ણચંદ્રક સાથે ચૅમ્પિયન બની ગયા એ તેમને માટે બહુ મોટું આશ્ચર્ય છે

17 May, 2022 02:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

જૉકોવિચ અને પુત્ર સ્ટેફાન એક જ દિવસે ટુર્નામેન્ટ જીત્યા

સ્ટેફાનનું સત્તાવાર રીતે આ પહેલું જ ટેનિસ-ટાઇટલ હતું એટલે રોમ શહેરમાં જૉકોવિચના રોમેરોમમાં ખુશી છલકાતી હતી

17 May, 2022 02:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK