સ્પેનનો રાફેલ નડાલ ઇટાલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો હતો.
જૉકોવિચ અને રાફેલ નડાલ
સ્પેનનો રાફેલ નડાલ ઇટાલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો હતો. જ્યારે વર્લ્ડ નંબર-વન સિંગલ્સ ટેનિસ ખેલાડી સર્બિયાનો નોવાક જૉકોવિચે વરસાદના વિઘ્નને લીધે અટકી પડેલી ક્વૉર્ટર ફાઇનલમાં ગઈ કાલે કમાલના કમબૅક સાથે વિજય મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
નડાલે ગઈ કાલે સેમી ફાઇનલમાં રિલી ઑપેલ્કાને સીધા સેટમાં ૬-૪, ૬-૪થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં ક્વૉર્ટર ફાઇનલમાં તેણે ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામેની હારની હારમાળાને અટકાવતાં સીધા સેટમાં ૬-૩, ૬-૪થી પરાસ્ત કરીને સેમીમાં પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT
શુક્રવારે વરસાદને લીધે ક્વૉર્ટર ફાઇનલ અટકી પડી ત્યારે જૉકોવિચ સ્ટીફનોસ ત્સીત્સીપાસ સામે પહેલો સેટ હારી ગયો હતો, પણ મળી ગયેલા બ્રેકમાં ફરી પોતાને બેઠો કર્યો હતો અને ગઈ કાલે બાકીના બન્ને સેટ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જૉકોવિચે આ બે દિવસ ચાલેલી સંઘર્ષમય ટક્કર ૪-૬, ૭-૫, ૭-૫થી જીતી લીધી હતી. હવે સેમી ફાઇનલમાં તેનો મુકાબલો લોરેન્ઝો સોનેગો સામે થશે. સોનેગાએ પણ સાતમા ક્રમાંકિત ઍન્ડ્રી રુબ્લેવ સામે પહેલો સેટ હાર્યા બાદ કમબૅક કરીને ૩-૬, ૬-૪, ૬-૩થી શાનદાર જીત મેળવી હતી.

