જાન્યુઆરીમાં હિમાચલ પ્રદેશમાં લગ્ન કરનારાં નીરજ અને હિમાનીએ હાલમાં હરિયાણાના કરનાલમાં પણ વેડિંગ-રિસેપ્શનનું આયોજન કર્યું હતું
નીરજ-હિમાનીના વેડિંગ-રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ હાલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડા અને ભૂતપૂર્વ ટેનિસખેલાડી હિમાની મોરના વેડિંગ-રિસેપ્શનમાં હાજરી આપી હતી. દિલ્હીમાં આયોજિત આ સમારોહમાં નરેન્દ્ર મોદીએ આ કપલને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી હતી. ગયા અઠવાડિયે વડા પ્રધાનના નિવાસસ્થાને પણ ત્રણેયનો મુલાકાત-ફોટો સામે આવ્યો હતો.

ADVERTISEMENT
જાન્યુઆરીમાં હિમાચલ પ્રદેશમાં લગ્ન કરનારાં નીરજ અને હિમાનીએ હાલમાં હરિયાણાના કરનાલમાં પણ વેડિંગ-રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ હાજરી આપી હતી. તેમણે પણ આ સ્ટાર કપલને ભગવાન રામની મૂર્તિ ગિફ્ટ કરી હતી.


