Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુએસ ઓપન વિમેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં વિલિયમ્સ સિસ્ટર્સની હાર

યુએસ ઓપન વિમેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં વિલિયમ્સ સિસ્ટર્સની હાર

Published : 06 September, 2026 10:59 AM | Modified : 06 September, 2026 11:03 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેરેના અને વીનસ વિલિયમ્સ US ઓપન વિમેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં રોમાંચક મુકાબલામાં તાઇવાન-ઑસ્ટ્રેલિયન જોડી સામે હારીને બહાર થઈ.

સેરેના વિલિયમ્સનું અનોખું જૅકેટ યુએસ ઓપનમાં છવાઈ ગયું હતું.

સેરેના વિલિયમ્સનું અનોખું જૅકેટ યુએસ ઓપનમાં છવાઈ ગયું હતું.


અમેરિકાની સેરેના અને વીનસ વિલિયમ્સ યુએસ ઓપન વિમેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. વિલિયમ્સ સિસ્ટર્સ સામે તાઇવાન-ઑસ્ટ્રેલિયન ખેલાડીની જોડીએ ૬-૩, ૬-૭(૬-૮), ૭-૬ (૧૦-૭)ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી. વીનસ અને સેરેનાએ ૨૦૨૨ની યુએસ ઓપન પછી એક પણ ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સ મૅચ સાથે રમી નહોતી. બન્ને બહેનોએ છેલ્લે ૨૦૧૬માં વિમ્બલડન રૂપે પોતાનું ૧૪મું અને છેલ્લું વિમેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. ગઈ કાલની મૅચમાં નાની બહેન સેરેના વિલિયમ્સ અનોખું જૅકેટ પહેરીને આવી હતી. આ જૅકેટમાં યુએસ ઓપનમાં તેણે સિંગલ્સ અને ડબલ્સ જીતેલાં ૮ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 11:03 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK