° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


સંઘર્ષ બાદ જોકોવિચ ચૅમ્પિયન

14 June, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રીસના સિત્સિપાસે વિશ્વના નંબર વન ખેલાડીને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આપી જોરદાર ફાઇટ

વિજય બાદ નોવાક જોકોવિચ. : એ.એફ.પી.

વિજય બાદ નોવાક જોકોવિચ. : એ.એફ.પી.

ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં સબિર્યાના જોકોવિચે પાંચ સેટ સુધી ચાલેલી મૅચમાં ગ્રીસના ખેલાડી સિત્સિપાસને ૬-૭, ૨-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હરાવ્યો હતો. પહેલા બે સેટમાં જોકોવિચ હારી ગયો હતો. તેણે ત્રીજા સેટથી વાપસી કરી હતી. ત્રીજો સેટ તે ૫૩ મિનિટમાં જીત્યો હતો. દરમ્યાન સિત્સિપાસ થોડોક સમય મેડિકલ સારવાર માટે ગયો હતો અને પાછો આવ્યો હતો. ચોથો સેટ પણ જૉકોવિચ ૬-૨થી જીત્યો હતો. ૨૦૦૪ બાદ પહેલી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલનું પરિણામ છેલ્લા સેટમાં આવ્યું હતું. પોતાની પહેલી જ ફાઇનલ રમી રહેલા સિત્સિપાસે વિશ્વના નંબર વન ખેલાડી જોકોવિચને પહેલા બે સેટમાં હરાવ્યો હતો. જોકોવિચ પાંચમો સેટ ૬-૪થી જીત્યો હતો. 

સબિર્યાના ખેલાડી જોકોવિચનું આ 19મું ગ્રૅન્ડ સ્લેમ છે. સૌથી વધુ ૨૦-૨૦ ગ્રૅન્ડ સ્લેમ જીતવાનો રેકૉર્ડ ફેડરર અને નડાલના સંયુક્ત નામ પર છે. 

2016 જોકોવિચ છેલ્લે આ વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યો હતો. 

2 વખત વર્ષની તમામ ચારેય ગ્રૅન્ડ સ્લેમ જીતનારો જોકોવિચ વર્તમાન સમયનો પહેલો ખેલાડી બન્યો. 

14 June, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા આ તારીખે આવશે અમદાવાદ, ફિટનેસ જેવા મુદ્દે કરશે વાત

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરી ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરા આગામી દિવસમાં ગુજરાત આવી રહ્યાં છે.

01 December, 2021 07:04 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

News In Short : અફઘાનિસ્તાન સાથેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નહીં કરે ક્લુઝનર

ભારતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ટી૨૦ શ્રેણી અફઘાને ૨-૧થી જીતી લીધી હતી. એ પહેલાં, અફઘાનની ટીમે આયરલૅન્ડને બે સિરીઝમાં પરાજિત કર્યું હતું.

01 December, 2021 06:41 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

ચરોતર રૂખી સમાજનાં સ્પર્ધકો તાએ ક્વાન ડોમાં મેડલ જીત્યાં

યાંશના વર્ગમાં કાર્તિક નરીગારકર ગોલ્ડ મેડલ અને રુદ્ર ચવાણ બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. રિદ્ધિના વર્ગમાં જે. બોથ્રા ગોલ્ડ અને અપેક્ષા સિલ્વર જીતી હતી. કુલ ૨૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

01 December, 2021 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK