બસ, જિંદગી જીવી લેને યાર જૂનું વાગોળીને શાને પીડા આપવી જાતને, માહ્લાનો મહાદેવ રાજી રાખીને, છોડોને મન કેરો ભાર, બસ, જિંદગી જીવી લેને યાર..... છેલ્લી ઘડીએ કપુર પૂરીને શું કરશો? ઘી ન રહેતા દીવડો થશે રામ, પ્રેમપ્રકાશે દૂર કરોને અંધકાર, બસ, જિંદગી જીવી લેને યાર..... જીવન છે કેવું? કેમ છે? શું છે? આ પળોજણમાં કેમ પડીએ? અરે! મસ્તીનો કરને વિચાર, બસ, જિંદગી જીવી લેને યાર...... કયાં અપાય રાજીનામુ આ જીવનમાંથી, શ્વાસ પર પણ પહેરો લગાય, તો મેલોને માથાઝીંક હજાર, બસ, જિંદગી જીવી લેને યાર.... ખીલવું કરમાવું એ તો જીવનની રીત, આ પ્રકૃતિનો અસ્તિત્વનો મોટો પુરાવો, સજી અર્થીમાં જાવું પેલે પાર, બસ, જિંદગી જીવી લેને યાર..... જિંદગી તો રમત સંતાકુકડીની, આ વ્યર્થ માનવદોટે કોનો ઉધ્ધાર? મોત કયારે આવી પડશે દ્વાર! બસ, જિંદગી જીવી લેને યાર.... ભલે જીવનમાં તકલીફ અપાર, તોય જિંદગી જીવવા જેવી છે, જીવનનો બસ એક જ સાર, બસ, જિંદગી જીવી લે ને યાર..... જીજ્ઞા કપુરિયા'નિયતી'