Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઑથેન્ટિક સ્ટાઇલના નીઓપૉલિટન પીત્ઝા અને બુરાટા પીત્ઝાના લવર્સને અહીં મજા આવશે

ઑથેન્ટિક સ્ટાઇલના નીઓપૉલિટન પીત્ઝા અને બુરાટા પીત્ઝાના લવર્સને અહીં મજા આવશે

Published : 20 September, 2026 01:23 AM | IST | Mumbai
Darshini Vashi

કાંદિવલીમાં પટ્ટણી કપલે પીત્ઝાનીઓ નામનું ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝાનું શરૂ કરેલું સાહસ આજે સફળ થઈ રહ્યું છે, ઑથેન્ટિક ઇટાલિયન નીઓપૉલિટન પીત્ઝાના જો તમે ચાહક હો તો તમારા માટે કાંદિવલી-વેસ્ટમાં એક પીત્ઝા આઉટલેટ છે...

ઑથેન્ટિક સ્ટાઇલના નીઓપૉલિટન પીત્ઝા અને બુરાટા પીત્ઝાના લવર્સને અહીં મજા આવશે

ઑથેન્ટિક સ્ટાઇલના નીઓપૉલિટન પીત્ઝા અને બુરાટા પીત્ઝાના લવર્સને અહીં મજા આવશે


ઑથેન્ટિક ઇટાલિયન નીઓપૉલિટન પીત્ઝાના જો તમે ચાહક હો તો તમારા માટે કાંદિવલી-વેસ્ટમાં એક પીત્ઝા આઉટલેટ છે જ્યાં તમને કૅફે સ્ટાઇલના પરંતુ એનાથી ઓછી કિંમતના અને ત્યાંના જેવા જ પીત્ઝા ખાવા મળશે. ઑથેન્ટિક સ્ટાઇલના નીઓપૉલિટન પીત્ઝા બનાવવા સરળ નથી. પ્રૉપર સામગ્રી અને બનાવવાની ટેક્નિક પણ એટલી જ પર્ફેક્ટ હોવી જરૂરી છે. તો જ એનો ઑથેન્ટિક ટેસ્ટ જળવાઈ રહે છે જે અહીં તમને ફીલ થશે.
કૃણાલ અને ધરા પટ્ટણી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતાં હતાં, પરંતુ ફૂડક્ષેત્રે કંઈક કરવાની તેમનામાં રહેલી ઘેલછા તેમને નીઓપૉલિટન પીત્ઝાના મેકિંગ સુધી ખેંચી લાવી છે. તેઓ કહે છે, ‘અમે સાથે મળીને ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝા બનાવવાની શરૂઆત કરી અને પીત્ઝાનીઓ નામનો સ્ટૉલ શરૂ કર્યો. અમારો હેતુ ઇટાલિયન સ્ટાઇલના ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝા જે કૅફેમાં ખૂબ જ હાઈ રેટમાં મળે છે એને સસ્તા ભાવમાં પણ એના જેવા જ ટેસ્ટના બનાવીને સર્વ કરવાનો હતો. આજે અમે એમાં સફળ થયાં અને એની અનેક મોટા ઇન્ફ્લુઅન્સરોએ અને લોકોએ નોંધ લીધી છે. આજે ઘણી પ્રાઇવેટ ઇવેન્ટમાં પણ અમને બોલાવે છે.’
અહીંના પીત્ઝાની વાત કરીએ તો અહીં બુરાટા પીત્ઝા ઉપરાંત ચીઝ ડો બૉલ અને ડિઝર્ટ પીત્ઝા પણ છે. દરેક પીત્ઝાને ઑથેન્ટિક નીઓપૉલિટન ટેક્નિક અને ક્વૉલિટી પ્રોડક્ટ વાપરીને તૈયાર કરવામાં આવે છે. આ સિવાય શિકાગો ડીપ ડિશ પીત્ઝા એકદમ નવી આઇટમ છે જે અંદર અને બહાર બન્ને રીતે વેજીસ અને ચીઝથી ઓવરલોડ કરવામાં આવે છે. આ સિવાય પણ અહીં બીજી ઘણી આઇટમો છે.
ક્યાં મળશે? : પીત્ઝાનીઓ, જંગલ જૂસની બહાર, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ
સમય : સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 01:23 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK