Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે' ઍવોર્ડ માટે 22મી જૂન સુધીમાં અરજીઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં સબમિટ કરવા હાકલ

08 June, 2026 07:40 IST | Mumbai

'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે' ઍવોર્ડ માટે 22મી જૂન સુધીમાં અરજીઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં સબમિટ કરવા હાકલ

મહિલા યુનિવર્સિટી વતી આ વર્ષે શરૂ કરાયેલા પ્રતિષ્ઠિત 'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે ઍવોર્ડ' માટે SNDT અરજીઓ મગાવવામાં આવી છે. શિક્ષણ, સામાજિક કાર્ય, મહિલા સશક્તિકરણ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિ અથવા સંસ્થાના કાર્યને માન્યતા આપવા માટે આ ઍવોર્ડ આપવામાં આવશે. મહર્ષિ ધોંડો કેશવ કર્વે યુનિવર્સિટીની 111મી વર્ષગાંઠ નિમિત્તે 5મી જુલાઈ 2026ના રોજ આ પુરસ્કાર આપવામાં આવશે અને પુરસ્કારનું સ્વરૂપ પ્રશસ્તિપત્ર અને રોકડ હશે.

શિક્ષણ, સામાજિક કાર્ય અને સામાજિક સમસ્યા નિવારણ, મહિલા સશક્તિકરણ (મહિલાઓ માટેના કર્યો અને મહિલાઓ દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય), નાણા, વહીવટ, સંરક્ષણ અને વિજ્ઞાન અને સંશોધન જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓના નામ આ ઍવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવશે. ઍવોર્ડમાં રસ ધરાવતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી નામાંકન માટે 22 જૂન 2026 સુધી અરજીઓ મગાવવામાં આવે છે. અરજી રજીસ્ટ્રાર, SNDT મહિલા વિદ્યાપીઠ, 1, નાથીબાઈ ઠાકરસી માર્ગ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ - 400020 ને સાંજે 5 વાગ્યે અથવા તે પહેલાં નિયત સમયમાં જરૂરી દસ્તાવેજો સાથે બે કૉપીમાં સબમિટ કરવાની રહેશે. ઍવોર્ડ, પાત્રતાના માપદંડો અને અરજી ફોર્મ સંબંધિત વિગતવાર માહિતી યુનિવર્સિટીના વેબસાઇટ www.sndt.ac.in પર ઉપલબ્ધ છે. યુનિવર્સિટી વતી વિનંતી કરવામાં આવી છે કે રસ ધરાવતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ આ તકનો લાભ લઈ નિયત સમયમર્યાદામાં તેમની અરજીઓ સબમિટ કરવી જોઈએ.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK