Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આ છે ૧૫૧ વાર રક્તદાન કરનાર ભારતનાં પહેલાં મહિલા

આ છે ૧૫૧ વાર રક્તદાન કરનાર ભારતનાં પહેલાં મહિલા

Published : 29 November, 2026 07:42 AM | Modified : 29 November, 2026 07:44 AM | IST | Ahemdabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

‌પિતાની પ્રેરણાથી ૧૮ વર્ષની ઉંમરે બ્લડ-ડોનેશન શરૂ કર્યું હતું અમદાવાદનાં વૈશાલી પંડ્યાએ.

બ્રહ્મકુમારીઝનાં શિવાનીદીદી, ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીના હોદ્દેદારો, શુભેચ્છકોની ઉપસ્થિતિમાં વૈશાલી પંડ્યાએ ૧૫૧મી વખત રક્તદાન કર્યું હતું. શિવાનીદીદીએ વૈશાલી પંડ્યાને સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને સન્માનિત કર્યાં હતાં

અમદાવાદમાં આવેલી ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીમાં ગઈ કાલે વૈશાલી પંડ્યાએ ૧૫૧મી વખત રક્તદાન કર્યું હતું. આ સાથે જ ભારતમાં ૧૫૦થી વધુ વખત રક્તદાન કરવાની સિદ્ધિ હાંસલ કરીને તેઓ સૌથી વધુ ૧૫૧ વખત રકતદાન કરનાર ભારતનાં પહેલાં મહિલા બન્યાં હતાં. ૧૫૧મી વખત રક્તદાન કર્યા બાદ વૈશાલી પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે હેલ્થ સાથ આપશે તો છેલ્લા શ્વાસ સુધી બ્લડ -ડોનેશન કરવા હું તૈયાર છું, કારણ કે આપણે બીજુ કંઈ કરીએ ન કરીએ પણ રક્તદાન કરીને લોકોના જીવ તો બચાવી શકીએ છીએ.’

અમદાવાદમાં આવેલી ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીમાં અમદાવાદ રેડ ક્રૉસનાં રક્તદાન અને અંગદાન અભિયાનનાં ગુડવિલ ઍમ્બૅસૅડર તેમ જ આધ્યાત્મિક વક્તા અને બ્રહ્મકુમારીઝનાં શિવાનીદીદીની ઉપસ્થિતિમાં વૈશાલી પંડ્યાએ ૧૫૧મી વખત રક્તદાન કર્યું હતું. તેમની આ માનવતાવાદી સિદ્ધિને રેડ ક્રૉસ સોસાયટીના ઉપસ્થિત સભ્યો અને શુભેચ્છકોએ બિરદાવી હતી. શિવાનીદીદીએ વૈશાલી પંડ્યાને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને તેમનાં માનવતાનાં કાર્ય બદલ સન્માનિત કર્યાં હતાં.

વૈશાલી પંડ્યાએ કહ્યું હતું કે ‘મેં ૧૫૧ વખત રક્તદાન કર્યું એમાં ૬૨ વખત હોલ રક્તદાન અને ૮૯ વખત સિંગલ ડોનર પ્લેટલેટ તરીકે રક્તદાન કરી કુલ ૧૫૧ વખત રક્તદાન કર્યું છે. રક્તદાનમાં એક હોલ બ્લડ રક્તદાન હોય છે અને બીજું સિંગલ ડોનર પ્લેટલેટ પદ્ધતિ હોય છે. આ સિંગલ ડોનર પ્લેટલેટ રક્તદાન કૅન્સરના પેશન્ટ માટે થાય છે જે હૉસ્પિટલમાં જઈને કરવાનું હોય છે. આ વર્ષે મેં કુલ ૨૭ વખત રક્તદાન કર્યું છે જેમાં ૩ વખત હોલ બ્લડ રક્તદાન અને ૨૪ વખત સિંગલ ડોનર પ્લેટલેટ રક્તદાન કર્યું છે. રક્તદાન કર્યા પછી મને આત્મસંતોષ થયો છે. મારું બ્લડ કોઈનું જીવન બચે એના માટે કામમાં આવે એનાથી વિશેષ બીજુ શું હોઈ શકે. લોકો કહે છે કે બ્લડ-ડોનેશનથી કમજોરી આવી જાય છે, પડી જશો એ ગેરમાન્યતા છે. મને બ્લડ-ડોનેશનથી એનર્જી મળે છે. મહિલાઓને હું મેસેજ આપવા માગું છું કે તમે પણ વર્ષમાં ઓછામાં ઓછું બે વાર રક્તદાન કરો. રક્તદાનથી બહુ બધા બેનિફિટ થયા છે. બ્લડ-ડોનેશન માટે હું લોકોને મોટિવેટ કરું છું, લેક્ચર પણ આપું છું.’

૧૫૧ વખત રક્તદાન કર્યું એનાથી મારા પપ્પા રમેશભાઈ ખૂબ જ ખુશ થયા છે કેમ કે તેમની પ્રેરણાથી ૧૮ વર્ષની ઉંમરે મેં પહેલી વાર રક્તદાન કર્યું હતું. મારા પપ્પા મારા મોટિવેટર છે. એ પછી મારા હસબન્ડ ડૉ. હિતેશ પંડ્યા જે મને રક્તદાન માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે. મારાં લગ્ન થયાં ત્યારે મારા પપ્પાએ મારા હસબન્ડને કહ્યું હતું કે વૈશાલી પાસેથી રક્તદાન કરાવજો. મારા પિતાજીએ ૯૯ વખત રક્તદાન કર્યું છે, પરંતુ તેઓ ૬૫ વર્ષના થઈ જતાં ૧૦૦ વાર રક્તદાન કરી શક્યા નહોતા. જોકે તેમની ૧૦૦ વાર રક્તદાન કરવાની ઇચ્છા મેં પૂરી કરી હતી અને હવે ૧૫૧મી વખત રક્તદાન કર્યું ત્યારે તે બહુ ખુશ થયા હતા.’આ છે ૧૫૧ વાર રક્તદાન કરનાર ભારતનાં પહેલાં મહિલાડોનેશન કરવા હું તૈયાર છું, કારણ કે આપણે બીજુ કંઈ કરીએ ન કરીએ પણ રક્તદાન કરીને લોકોના જીવ તો બચાવી શકીએ છીએ.’

અમદાવાદમાં આવેલી ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીમાં અમદાવાદ રેડ ક્રૉસનાં રક્તદાન અને અંગદાન અભિયાનનાં ગુડવિલ ઍમ્બૅસૅડર તેમ જ આધ્યાત્મિક વક્તા અને બ્રહ્મકુમારીઝનાં શિવાનીદીદીની ઉપસ્થિતિમાં વૈશાલી પંડ્યાએ ૧૫૧મી વખત રક્તદાન કર્યું હતું. તેમની આ માનવતાવાદી સિદ્ધિને રેડ ક્રૉસ સોસાયટીના ઉપસ્થિત સભ્યો અને શુભેચ્છકોએ બિરદાવી હતી. શિવાનીદીદીએ વૈશાલી પંડ્યાને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને તેમનાં માનવતાનાં કાર્ય બદલ સન્માનિત કર્યાં હતાં.

વૈશાલી પંડ્યાએ કહ્યું હતું કે ‘મેં ૧૫૧ વખત રક્તદાન કર્યું એમાં ૬૨ વખત હોલ રક્તદાન અને ૮૯ વખત સિંગલ ડોનર પ્લેટલેટ તરીકે રક્તદાન કરી કુલ ૧૫૧ વખત રક્તદાન કર્યું છે. રક્તદાનમાં એક હોલ બ્લડ રક્તદાન હોય છે અને બીજું સિંગલ ડોનર પ્લેટલેટ પદ્ધતિ હોય છે. આ સિંગલ ડોનર પ્લેટલેટ રક્તદાન કૅન્સરના પેશન્ટ માટે થાય છે જે હૉસ્પિટલમાં જઈને કરવાનું હોય છે. આ વર્ષે મેં કુલ ૨૭ વખત રક્તદાન કર્યું છે જેમાં ૩ વખત હોલ બ્લડ રક્તદાન અને ૨૪ વખત સિંગલ ડોનર પ્લેટલેટ રક્તદાન કર્યું છે. રક્તદાન કર્યા પછી મને આત્મસંતોષ થયો છે. મારું બ્લડ કોઈનું જીવન બચે એના માટે કામમાં આવે એનાથી વિશેષ બીજુ શું હોઈ શકે. લોકો કહે છે કે બ્લડ-ડોનેશનથી કમજોરી આવી જાય છે, પડી જશો એ ગેરમાન્યતા છે. મને બ્લડ-ડોનેશનથી એનર્જી મળે છે. મહિલાઓને હું મેસેજ આપવા માગું છું કે તમે પણ વર્ષમાં ઓછામાં ઓછું બે વાર રક્તદાન કરો. રક્તદાનથી બહુ બધા બેનિફિટ થયા છે. બ્લડ-ડોનેશન માટે હું લોકોને મોટિવેટ કરું છું, લેક્ચર પણ આપું છું.’

૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું છે અમદાવાદની પાંચ મહિલાઓએ

ઇન્ડિયન રેડ ક્રૉસ, અમદાવાદ બ્રાન્ચના જનરલ સેક્રેટરી ડૉ. વિશ્વાસ અમીને
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં પાંચ મહિલાઓએ ૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું છે અને તે તમામ મહિલાઓ અમદાવાદની છે. એમાં વૈશાલી પંડ્યાએ ગઈ કાલે ૧૫૧મી વખત રક્તદાન કર્યું એ ભારતમાં કોઈ મહિલા દ્વારા થયેલું સૌથી હાઇએસ્ટ બલ્ડ-ડોનેશન છે. સૌથી પહેલાં ૧૦૦મી વખત રક્તદાન કરનાર કેતકી શાહ હતાં. તેઓ ગુજરી ગયાં છે. બીજાં છે ડિમ્પલ ભીમાણી, શકુંતલા પટેલ, ચેતના પરીખ અને વૈશાલી પંડ્યા.’

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 07:44 AM IST | Ahemdabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK