Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નવી મુંબઈમાં ‘કેર ઓન વ્હીલ્સ’ મોબાઇલ મૅડિકલ યુનિટનું ઉદ્ઘાટન

04 February, 2026 08:26 IST | Mumbai

નવી મુંબઈમાં ‘કેર ઓન વ્હીલ્સ’ મોબાઇલ મૅડિકલ યુનિટનું ઉદ્ઘાટન

ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશન (IGF-ઇન્ડિયા) અને લીભેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે નવી મુંબઈમાં ‘કેર ઓન વ્હીલ્સ’ મોબાઇલ હૅલ્થકેર યુનિટનું ઉદ્ઘાટન કર્યું. આ યુનિટ લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ, ખાસ કરીને માતા, બાળક અને વૃદ્ધાવસ્થાની આરોગ્યસંભાળ પૂરી પાડશે. ઉદ્ઘાટન સમારોહ આનંદાશ્રમ (નેરુલ) ખાતે યોજાયો હતો, જ્યાં વૃદ્ધોની આરોગ્યસંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. IGF-ઇન્ડિયાના CEO સુનિલ તલવાર અને લીભેર ઇન્ડિયાના MD સુનિલ કાલરા અને સંજય પ્રસાદ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

IGF-ઇન્ડિયાના CEO સુનિપ તલવારે જણાવ્યું હતું કે, 'આ MMUમાં તાપમાન નિયંત્રણ સ્ટાફ કાર્યક્ષમતા અને દર્દીની સુખાકારી માટે જરૂરી છે. સોલાર પૅનલ્સ ઑપરેશનલ ખર્ચ ઘટાડશે. નવી મુંબઈ પછી, અમે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અમારી સેવાઓનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છીએ.' ‘કેર ઓન વ્હીલ્સ’ મોબાઇલ મૅડિકલ યુનિટ સોલાર પૅનલ્સ, રસીકરણ માટે રૅફ્રિજરેટર, ગ્લાસ વૂલ થર્મલ લાઇનિંગ, ફોલ્ડેબલ સ્ટ્રેચર અને ઍર કન્ડીશનર જેવી સુવિધાઓથી સજ્જ છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK